મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં હવે લીગ તબક્કામાં માત્ર ત્રણ મેચ જ બાકી છે. આ ત્રણ મેચોના પરિણામો ટુર્નામેન્ટની બાકીની બે સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી કરશે. હાલમાં ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાએ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. આગામી બે ટીમો માટે વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ, ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જંગ છે. આવી સ્થિતિમાં ભારતીય મહિલા ટીમ કેવા સંજોગોમાં વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી શકે છે તેની અહી જાણકારી આપવામાં આવી છે.


સમીકરણ નંબર-1:  ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપની 6માંથી 3 મેચ જીતીને 6 પોઈન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં હાલમાં પાંચમા ક્રમે છે. ભારતીય ટીમની લીગ તબક્કામાં એક મેચ બાકી છે. તેને 27 માર્ચે સાઉથ આફ્રિકાનો સામનો કરવો પડશે. જો ભારતીય ટીમ આ મેચ જીતે છે તો તેના 8 પોઈન્ટ્સ થઈ જશે. આવી સ્થિતિમાં તે સીધી વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી જશે.


સમીકરણ નંબર-2: જો ભારતીય ટીમ આ મેચ હારી જાય તો પણ તે સેમીફાઈનલમાં પહોંચી શકે છે, પરંતુ તેના માટે જરૂરી છે કે તે આ મેચ નાના અંતરથી હારે અને આ મેચ પહેલાની મેચમાં બાંગ્લાદેશની ટીમ ઈંગ્લેન્ડને મોટા અંતરથી હરાવે. આ સાથે એ પણ જરૂરી છે કે 26 માર્ચે રમાનારી મેચમાં પાકિસ્તાન ન્યૂઝીલેન્ડને હરાવી દે અથવા તો ન્યૂઝીલેન્ડ આ મેચ ઓછા અંતરેથી જીતી જાય.


સમીકરણ નંબર-3: જો ભારત-દક્ષિણ આફ્રિકા મેચનું પરિણામ આવતું નથી તો પણ ભારતને સેમીફાઈનલમાં પ્રવેશ મળશે કારણ કે આવી સ્થિતિમાં તેના 7 પોઈન્ટ હશે અને તે રન રેટ મામલે વેસ્ટ ઈન્ડિઝ (7 પોઈન્ટ)ને પાછળ રાખી ટોચ પર રહેશે


 


Vodafone-ideaએ આ કારણસર 8 હજાર સિમ કાર્ડને કરી દીધા બ્લૉક, જાણો શું હતી આ કાર્ડમાં ભૂલ....


સ્ટૉરેજનુ ટેન્શન ખતમ ! આવી ગયો 1TB મેમરી વાળો આ સ્પેશ્યલ ફોન, જાણો કિંમતથી લઇને તમામ ડિટેલ્સ


IPL 2022: ચેન્નાઈ સુપર કિંગ્સ પર આ રીતે ભારી પડે છે મુંબઈ ઈન્ડિયન્સ, જાણો સૌથી વધુ મેચ કોણે જીતી


અમેઝૉનની ડીલમાં બેસ્ટ Dyson Air Purifier ખરીદો 50% સુધીના ડિસ્કાઉન્ટ પર ! જાણી લો ઓફર...........