Women T20 WC: આઇસીસી ટી20 વર્લ્ડકપ 2023ની શરૂઆત આજે ભારત અને પાકિસ્તાન એકબીજા સામે મેચ રમીને કરી રહ્યાં છે. આજે બન્ને ટીમો સાઉથ આફ્રિકાના ન્યૂલેન્ડ્સ મેદાનમાં સાંજે આમને સામને ટકરાશે. ટી20 ક્રિકેટમાં બન્ને ટીમોની સરખામણી કરીએ તો હંમેશાથી ભારતીય ટીમનું પલડુ ભારે જોવા મળ્યુ છે. ભારત અને પાકિસ્તાન બન્નેએ એકબીજા સામે કુલ 13 ટી20 આંતરરાષ્ટ્રીય મેચો રમી છે, જેમાં ભારતે 10માં અને પાકિસ્તાનને 3માં જીત મળી છે. જોકે, આજની મેચમાં પીચ ખુબ મોટો પ્રભાવ પાડી શકે છે, આ કારણે બન્નેની પ્લેઇંગ ઇલેવન પણ જોવાલાયક રહેશે, જુઓ અહીં શું હશે આજે બન્ને ટીમનો પ્લેઇંગ ઇલેવન....
બન્ને ટીમોની આવી હોઇ શકે છે સંભવિત પ્લેઇંગ ઇલેવન -
ભારતીય મહિલા ટીમ (સંભવિત) -
યાસ્તિકા ભાટિયા, શેફાલી વર્મા, જેમિમા રૉડ્રિગ્સ, દેવિકા વૈદ્ય, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર, રેણુકા સિંહ, રાધા યાદવ, શિખા પાંડે.
પાકિસ્તાન મહિલા ટીમ (સંભવિત) -
સિદરા અમીન, ઝાવેરિયા ખાન, બિસ્માહ મારુફ (કેપ્ટન), મુનીબા અલી, નિદા ડાર, આયશા નસીમ, સદફ શમાસ, આલિયા રિયાઝ, સિદરા નવાઝ, એમાન અનવર, નાશરા સંધૂ.
મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ -
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ
ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ -
આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે.
ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.