Women's T20 World Cup 2023 Warm Up Match: આવતીકાલથી આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ રહી છે, આ ટૂર્નામેન્ટમાં આવતીકાલથી એટલે કે 6 અને 8 ફેબ્રુઆરીએ કુલ 10 વૉર્મ અપ મેચો રમાશે, આ મેચોમાં આવતીકાલે ભારતીય મહિલા ટીમને પણ મેચ સામેલ છે. આવતીકાલે ભારતીય મહિલા ટીમ ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ સામે મેદાનમાં ઉતરશે. આ પ્રેક્ટિસ મેચ સાંજે રમાશે, અને બાદમાં 10 ફેબ્રુઆરીથી આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની શરૂઆત થઇ જશે, જોકે, ભારતની પહેલી મેચ આ ટૂર્નામેન્ટમાં કટ્ટક હરિફ પાકિસ્તાન સામે છે, આ મેચ આગામી 12 ફેબ્રુઆરીએ રમાશે.
આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023 -
મહિલા ટી20 વર્લ્ડ કપ 2023 10 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યો છે. આ માટે તમામ 10 ટીમો સજ્જ થઈ ગઈ છે, 27 દિવસ સુધી યોજાનારી આ ટૂર્નામેન્ટમાં કુલ 23 મેચો રમાશે. તમામ ટીમોને બે ગ્રુપમા વહેંચવામાં આવી છે, જેમાં દરેક ટીમને 4-4 મેચ રમવાની રહેશે. દરેક ગ્રુપમાંથી ટોચની 2 ટીમો વિમેન્સ T20 WC સેમી ફાઈનલ માટે ક્વોલિફાય થશે, ત્યારબાદ ચાર ટીમો પ્લેઓફમાં તેની સામે રમશે.
ઉલ્લેખનીય છે કે મહિલા T20 વર્લ્ડ કપની આ 8મી સીઝન છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા આ વખતે પોતાનું ટાઈટલ બચાવવા મેદાનમાં ઉતરશે. ઓસ્ટ્રેલિયા સૌથી વધુ 5 વખત ટાઈટલ જીત્યું છે જ્યારે ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝની ટીમ 1-1 વખત ટાઈટલ જીતી ચુકી છે. જ્યારે હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ પ્રથમ વખત ટાઈટલ જીતીને ઈતિહાસ રચવા ઈચ્છશે.
ભારતની વૉર્મ અપ મેચ -
- ભારતીય મહિલા ટીમની વૉર્મ અપ મેચ આવતીકાલે સાંજે 6 ફેબ્રુઆરી 2023, સોમવારે સાંજે 6 વાગ્યાથી શરૂ થશે.
- ભારતીય મહિલ ટીમ Vs ઓસ્ટ્રેલિયા મહિલા ટીમ.
- ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ આમને સામને ટકરાશે.
ક્યાંથી જોઇ શકાશે મહિલા T20 વર્લ્ડ કપ લાઇવ મેચો -
મહિલા ટી-20 વર્લ્ડકપ 2023ની તમામ મેચો ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર પ્રસારિત કરવામાં આવશે. જ્યારે ટૂર્નામેન્ટની મેચોનું લાઈવ સ્ટ્રીમિંગ Disney+Hotstar પર ઉપલબ્ધ રહેશે.
વર્લ્ડ કપ માટે 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે-
ગ્રુપ-1 -
- ઓસ્ટ્રેલિયા
- ન્યૂઝીલેન્ડ
- સાઉથ આફ્રિકા
- શ્રીલંકા
- બાંગ્લાદેશ
ગ્રુપ-2 -
- ઇગ્લેન્ડ
- ભારત
- વેસ્ટ ઇન્ડિઝ
- પાકિસ્તાન
- આયરલેન્ડ
મહિલા T20 વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની મેચ -
- કેપટાઉનમાં 12 ફેબ્રુઆરીએ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ
- 15 ફેબ્રુઆરીના રોજ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ
- પોર્ટ એલિઝાબેથમાં 18 ફેબ્રુઆરીએ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે મેચ
- 20 ફેબ્રુઆરીએ ભારત અને આયરલેન્ડ વચ્ચે પોર્ટ એલિઝાબેથમાં મેચ
ભારતીય ટીમ જીતી ચૂકી છે આ વર્ષે પહેલો આઇસીસી વર્લ્ડકપ -
આ વર્ષે રમાયેલા આઇસીસી અંડર 19 મહિલા ટી20 વર્લ્ડકપ પર ભારતીય મહિલા ટીમે કબજો જમાવી દીધો, અને ઇતિહાસનો પહેલો મહિલા વર્લ્ડકપ શેફાલી વર્માની આગેવાનીમાં ભારતીય ટીમે હાંસલ કર્યો છે.
ટીમ ઈન્ડિયા હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે. તાજેતરમાં અંડર-19ની કેપ્ટન શેફાલી વર્મા આ યાદીમાં સૌથી આગળ છે. આ સમયે તેના સિવાય બીજો કોઈ ખતરનાક ઓપનિંગ બેટ્સમેન નથી. તેણે 51 ટી20માં 48 સિક્સર ફટકારી છે અને તેનો સ્ટ્રાઈક રેટ 134.53 છે. આ સાથે અનુભવી સ્મૃતિ મંધાના પણ ઝડપી રન બનાવવામાં માહિર છે.