નવી દિલ્હીઃ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ હાલ ચાલી રહ્યો છે, અને આ માટે સેમિ ફાઇનલમાં પહોંચવાની હોડ જામી છે. જોકે, ખાસ વાત એ છે કે, ભારતીય ટીમે સૌથી પહેલા સેમિ ફાઇનલની ટિકીટ પાક્કી કરી લીધી હતી. હવે આ રેસમાં અન્ય ત્રણ ટીમોના નામ પણ આવી ગયા છે.
મહિલા ટી20 વર્લ્ડકપ 2020ની સેમિ ફાઇનલ માટે ભારતીય ટીમ પહેલાથી જ સામેલ થઇ ગયુ છે. હવે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાની ટીમોએ પણ સેમિ ફાઇનલ માટે પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે.
ઇંગ્લેન્ડની ટીમે વેસ્ટ ઇન્ડિઝની ટીમને અને દક્ષિણ આફ્રિકાની ટીમે પાકિસ્તાનની મહિલા ટીમને હરાવીને સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. હવે ચોથી ટીમ માટે આજે ફેંસલો થવાનો છે. આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરો યા મરો ટી20 મેચ છે, કેમકે જે ટીમ જીતશે તે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરશે.
Women's T20 World Cup: ભારત સહિત આ ત્રણ ટીમો થઇ ફાઇનલ, ચોથી ટીમ માટે આજે મુકાબલો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Mar 2020 07:46 AM (IST)
ચોથી ટીમ માટે આજે ફેંસલો થવાનો છે. આજે ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે કરો યા મરો ટી20 મેચ છે, કેમકે જે ટીમ જીતશે તે સેમિ ફાઇનલમાં પોતાની જગ્યા નક્કી કરશે
- - - - - - - - - Advertisement - - - - - - - - -