Women's T20 World Cup 2024 Semifinals: મહિલા ટી20 વર્લ્ડ કપ 2024ની ચાર સેમી ફાઇનલિસ્ટ ટીમો નક્કી થઈ ગઈ છે. સૌથી પહેલા ગ્રુપ-એમાંથી ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડે સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. હવે ગ્રુપ બીની બાકીની બે ટીમોએ પણ સેમિફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. પાકિસ્તાનની હાર બાદ ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું.






ગ્રુપ Aમાં ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ બાદ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાએ ગ્રુપ-બીમાં સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝે ઈંગ્લેન્ડ સામે જીત મેળવીને સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. આ હાર સાથે ઈંગ્લેન્ડ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું. વેસ્ટ ઈન્ડિઝની જીત સાથે દક્ષિણ આફ્રિકાએ પણ સેમિફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. સારા નેટ રન રેટના કારણે આફ્રિકા જીત્યું હતું.


આ છે સેમિફાઈનલ અને ફાઈનલ મેચનો કાર્યક્રમ


મહિલા T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ સેમિફાઇનલ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગુરુવાર, 17 ઓક્ટોબરે દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ત્યારબાદ બીજી સેમિફાઇનલ શારજાહના શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. આ પછી 20 ઓક્ટોબર, રવિવારે ફાઇનલ મેચ રમાશે, જેમાં સેમિફાઇનલની બંને વિજેતા ટીમો ટાઇટલ માટે મેદાનમાં ઉતરશે.


ટીમ ઈન્ડિયા ખરાબ પ્રદર્શન બાદ બહાર થઈ ગઈ છે


ખરાબ પ્રદર્શનના કારણે ટીમ ઈન્ડિયાને મહિલા ટી20 વર્લ્ડ કપમાંથી બહાર થવું પડ્યું હતું. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની શરૂઆત ન્યૂઝીલેન્ડ સામે મેચ રમીને કરી હતી. પહેલા જ મેચમાં ભારતીય ટીમને 58 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ પાકિસ્તાન સામે રમાયેલી બીજી મેચમાં હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળની ટીમ ઈન્ડિયાએ 6 વિકેટથી જીત મેળવી હતી, જે ટૂર્નામેન્ટમાં ભારતની પ્રથમ જીત હતી.


આ પછી ટીમ ઈન્ડિયાએ બીજી મેચમાં શ્રીલંકાને 82 રનના મોટા અંતરથી હરાવ્યું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે ટીમ ઈન્ડિયા બહાર ફેંકાઇ ગઇ હતી.


આ બે ટીમો સેમી ફાઇનલમાં પ્રવેશી, ભારત-પાકિસ્તાન-શ્રીલંકા બહાર; ગ્રુપ Bમાં ખૂબ રોમાંચક હરીફાઈ છે