Womens T20 World Cup: સેમિ ફાઇનલ પહેલા શેફાલીએ નેટમાં કરી તાબડતોડ પ્રેક્ટિસ, વીડિયો વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Mar 2020 08:06 AM (IST)
નેટમાં શેફાલીએ એકથી બેટિંગ કરવાથી લઇને અલગ અલગ પ્રકારના શૉટ્સ ફટકાર્યા હતા. જુઓ વીડિયો......
નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગુરુવારે મહિલા ટી20 વર્લ્ડકપની પ્રથમ સેમિ ફાઇનલ મેચ રમાશે. મેચ ઓસ્ટ્રેલિયાના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. મેચમાં વરસાદની સંભાવના 80થી 100ની છે. જો મેચમાં વરસાદ પડશે તો પૉઇન્ટના આધારે ટીમ ઇન્ડિયા સીધી ફાઇનલમાં પ્રવેશ કરી લેશે. પ્રથમ સેમિ ફાઇનલ પહેલા ભારતની આક્રમક ઓપનર શેફાલી વર્માએ નેટમાં જબરદસ્ત પ્રેક્ટિસ કરી હતી. ઇંગ્લિશ ટીમને હરાવવા શેફાલીએ નેટમાં અલગ અલગ પ્રકારના શૉટ રમીને પોતાની બેટિંગને મજબૂત કરી હતી. આનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. નેટમાં શેફાલીએ એકથી બેટિંગ કરવાથી લઇને અલગ અલગ પ્રકારના શૉટ્સ ફટકાર્યા હતા. જુઓ વીડિયો...... ભારતીય મહિલા ટી20 ટીમ..... હરમનપ્રીત કૌર (કેપ્ટન), શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, જેમિમા રૉડ્રિગ્જ, દિપ્તી શર્મા, વેદા કૃષ્ણામૂર્તિ, શિખા પાંડે, તાનિયા ભાટિયા (વિકેટકીપર), અરુંધતિ રેડ્ડી, પૂનમ યાદવ, રાજેશ્વરી ગાયકવાડ, હરલીન દેઓલ, ઋચા ઘોષ, પૂજા વસ્ત્રકાર, રાધા યાદવ.