ODI World Cup 2023 Top 10 Teams: એક સમયે ક્રિકેટના મેદાનમાં ઝંઝાવાત લાવનાર વેસ્ટ ઈન્ડિઝની ટીમે શરમજનક રેકોર્ડ નોંંધાવ્યો છે. સૌથી પહેલા જ બે ODI વર્લ્ડકપ જીતનાર વેસ્ટ ઈન્ડિઝ ઓક્ટોબર-નવેમ્બરમાં ભારતમાં રમાનાર 2023 વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. કેરેબિયન ટીમ વર્લ્ડકપના સુપર-10માંથી બહાર થઈ ગયા બાદ હવે આ ચાર ટીમો પાસે મુખ્ય ઈવેન્ટમાં સામેલ થવાની તક છે. શ્રીલંકા, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ અને નેધરલેન્ડ 5 ઓક્ટોબરથી ભારતમાં શરૂ થઈ રહેલા 50-ઓવરના વર્લ્ડકપ માટે ક્વોલિફાય થવાની રેસમાં બે ટીમોમાં સામેલ છે. શ્રીલંકાના ત્રણ સુપર સિક્સ મેચમાંથી છ પોઈન્ટ છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલું શ્રીલંકા આજે રવિવારે ઝિમ્બાબ્વેને હરાવશે તો વર્લ્ડકપ માટે ક્વોલિફાય થશે.
બીજી તરફ શ્રીલંકાની ટીમ 2 જુલાઈએ ઝિમ્બાબ્વે સામે હારી જાય તો પણ તેની પાસે પાકિસ્તાન વર્લ્ડકપની મુખ્ય ઈવેન્ટ માટે ક્વોલિફાય થવાની તક રહેશે. જો કે, ત્યારબાદ તેણે 7 જુલાઈએ તેની છેલ્લી સુપર સિક્સ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવવું પડશે.
ઝિમ્બાબ્વેના પણ ત્રણ મેચમાંથી છ પોઈન્ટ છે અને તેણે શ્રીલંકાની જેમ તમામ મેચ જીતી છે. ટીમનો નેટ રન રેટ (0.752) બહુ સારો નથી અને શ્રીલંકા સામેની જીત છતાં ઝિમ્બાબ્વેનો વર્લ્ડકપમાં પ્રવેશવાનો રસ્તો આસાન નહીં હોય.
સ્કોટલેન્ડ સામે તેની છેલ્લી મેચમાં હાર ઝિમ્બાબ્વે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ શકે છે. સ્કોટલેન્ડના ત્રણ મેચમાં ચાર પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની જીતથી ટીમની ક્વોલિફાઈ થવાની આશા વધી ગઈ છે. જો ટીમ તેની બાકીની બંને મેચ જીતી જાય અને શ્રીલંકાની ટીમ ઝિમ્બાબ્વેને હરાવે તો સ્કોટલેન્ડની ટીમ ક્વોલિફાય થશે. જો ઝિમ્બાબ્વેની ટીમ આ મેચ જીતે છે તો શ્રીલંકા, સ્કોટલેન્ડ અને ઝિમ્બાબ્વેના આઠ-આઠ પોઈન્ટ થઈ શકે છે. આ સ્થિતિમાં નેટ રન રેટ ઘણો મહત્વનો રહેશે. સ્કોટલેન્ડનો નેટ રન રેટ 0.188 છે અને તેણે મંગળવારે ઝિમ્બાબ્વે સામેની આગામી મેચમાં કોઈપણ ભોગે જીત મેળવવી પડશે.
નેધરલેન્ડના ત્રણ મેચમાંથી બે પોઈન્ટ છે અને તેણે વર્લ્ડકપમાં જગ્યા બનાવવા માટે ઓમાન અને સ્કોટલેન્ડ સામેની બાકીની બે મેચોમાં મોટી જીત નોંધાવવી પડશે. નેધરલેન્ડની ટીમ ઈચ્છે છે કે, શ્રીલંકા ક્વોલિફાય થાય જેથી બીજા સ્થાનની મેચ તેમની ઝિમ્બાબ્વે અને સ્કોટલેન્ડ વચ્ચે રમાશે. ચાર ટીમોમાં નેધરલેન્ડ સૌથી નીચો નેટ રન રેટ (માઈનસ 0.560) ધરાવે છે.