New Zealand 2023 ODI World Cup Squad: આગામી મહિનાથી ક્રિકેટનો મહાકુંભ આઇસીસી વનડે વર્લ્ડકપ 2023 શરૂ થઇ રહ્યો છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC) એ ભારતમાં રમાનાર આ 2023 વનડે વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી છે. જોકે, ન્યૂઝીલેન્ડે ખૂબ જ ખાસ રીતે વર્લ્ડકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી હતી. આ માટે તેના દરેક જગ્યાએ ખુબ પ્રસંશા થઇ રહી છે. ન્યૂઝીલેન્ડની ટીમે આ વીડિયો પૉસ્ટ કર્યો છે વીડિયોમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓના પરિવારના સભ્યોએ તેમના પ્રિયજનોનો તેમના જર્સી નંબર સાથે પરિચય કરાવ્યો હતો.


આ હૃદયસ્પર્શી વીડિયોમાં કેન વિલિયમસનનો પરિવાર, ટ્રેન્ટ બૉલ્ટનો દીકરો, રચિન રવિન્દ્રના માતા-પિતા અને જીમી નિશામની દાદી જોવા મળી હતી. ન્યૂઝીલેન્ડની ટીમનું નેતૃત્વ ફરી એકવાર કેન વિલિયમસન કરશે, જે આ વર્ષે માર્ચથી પગની ઈજાથી પીડાઈ રહ્યો છે. જોકે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ સામે ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં તેનું રમવું શંકાસ્પદ છે.






ન્યૂઝીલેન્ડની ટીમ 2019માં રમાયેલા છેલ્લા વર્લ્ડકપમાં રનર્સઅપ રહી હતી. લૉર્ડ્સમાં રમાયેલી ફાઇનલમાં તેને યજમાન ઇંગ્લેન્ડની ટીમે હાર આપી હતી. મેચ રેગ્યૂલર ઓવરોમાં અને પછી સુપર ઓવરમાં ટાઈ થયા પછી, બાઉન્ડ્રી ગણતરીના નિયમને કારણે ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. કેન વિલિયમસન અને ટિમ સાઉથી ટીમના સૌથી સિનિયર ખેલાડી છે. બંનેએ 2011થી અત્યાર સુધી ત્રણ ક્રિકેટ વર્લ્ડકપ રમ્યા છે.


ન્યૂઝીલેન્ડની 2023 વર્લ્ડકપની ટીમ આ પ્રમાણે છે - 
કેન વિલિયમસન (કેપ્ટન), ટ્રેન્ટ બૉલ્ટ, માર્ક ચેપમેન, ડેવૉન કૉનવે, લૉકી ફર્ગ્યૂસન, મેટ હેનરી, ટૉમ લાથમ, ડેરીલ મિશેલ, જીમી નિશામ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશેલ સેન્ટનર, સોઢી, વિલ યંગ.


 


વર્લ્ડકપ માટે ન્યૂઝિલેન્ડની ટીમ, કેપ્ટન કેન વિલિયમ્સનની વાપસી 


આઇસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપ ભારતમાં 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી રમાશે. હવે આ મેગા ઈવેન્ટ માટે ન્યૂઝીલેન્ડની ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) એ 11 સપ્ટેમ્બર (સોમવાર) ના રોજ તેની ટીમની જાહેરાત કરી હતી.  વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડની ટીમની કેપ્ટનશીપ કેન વિલિયમ્સન કરશે, જે ઈજામાંથી સ્વસ્થ થઇને ટીમમાં પરત ફર્યો છે. વિલિયમ્સનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023 દરમિયાન ઈજા થઈ હતી.






ફિન એલનને ન મળ્યું સ્થાન