World Cup 2023: આગામી દિવસોમાં ભારતમાં આઇસીસી વનડે વર્લ્ડકપ 2023ની શરૂઆત થવા જઇ રહી છે, આ પહેલા મેચો અને શિડ્યૂલને લઇને કેટલીય ચર્ચાઓ સામે આવી રહી છે. આ બધાની વચ્ચે સવાલ એ છે કે, વનડે વર્લ્ડકપ 2023માં ભારતીય ટીમની પ્રથમ મેચ કઇ ટીમ સામે ટકરાશે. કોઇ કહે છે કે, પાકિસ્તાન હશ, તો કોઇ કહે છે, ગૃપની અન્ય ટીમ હશે. પરંતુ હવે આ બધાની વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે અને તે છે ભારતીય ટીમની પ્રથમ મેચને લઇને. 


ખાસ વાત છે, આઇસીસી તરફથી હજુ સુધી આગામી ઓક્ટોબરમાં શરૂ થનારા વનડે વર્લ્ડકપ 2023 માટે શિડ્યૂલ જાહેર કરવામાં નથી આવ્યુ, પરંતુ હવે રિપોર્ટ સામે આવ્યો છે કે, ભારતીય ટીમની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયન ટીમ સામે રમાશે. આ મેચ ચેન્નાઇના ચેપૉક સ્ટેડિયમમાં રમાઇ શકે છે. જોકે આ હજુ સુધી માત્ર તર્ક જ ગણી શકાય છે, કેમ કે ભારતીય ટીમના ગૃપમાં અન્ય ટીમો પણ છે જે ભારતની સામે પ્રથમ મેચ રમી શકે છે. 


ટીમ ઇન્ડિયાની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે, 15 ઓક્ટોબરે રમાશે ભારત અને પાકિસ્તાનનો મહામુકાબલો - 
ICC વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ 5 ઓક્ટોબરે રમાશે. આ દિવસે ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડની ટીમો આમને-સામને ટકરાશે. વર્ષ 2019માં જ્યારે ODI વર્લ્ડકપ રમાયો હતો, તે સમયે ફાઇનલમાં આ બે ટીમો વચ્ચે ટાઇટલ ટક્કર હતી અને ઇંગ્લેન્ડે ઘરઆંગણે રમતા પ્રથમ વખત 50 ઓવરનો વર્લ્ડકપ જીત્યો હતો. એટલે કે જ્યાં છેલ્લો વર્લ્ડ કપ સમાપ્ત થયો હતો, ત્યાંથી નવી શરૂઆત થશે.


રિપોર્ટ્સ છે કે, આ ફાઈનલ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ શકે છે, એટલે કે આ દિવસે આપણને ODI વર્લ્ડકપનો નવો ચેમ્પિયન મળશે. ક્રિકબઝના અહેવાલ પ્રમાણે, ભારતની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે થશે અને મેચ ચેન્નાઈમાં રમાય એવી શક્યતા છે. મોટા સમાચાર એ છે કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લૉકબસ્ટર મેચ 15 ઓક્ટોબરે થશે, આ મેચ રવિવારે રમાશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ICCએ સંપૂર્ણ શિડ્યૂલ તૈયાર કરી લીધુ છે, અને IPL 2023ની સમાપ્તિ પછી કોઈપણ દિવસે તેની જાહેરાત થઈ શકે છે. 


સુપર લીગમાં સ્પષ્ટ થઇ 8 ટીમોની તસવીર  
ICCએ 10 ટીમ માટે ODI વર્લ્ડ કપ માટેની ક્રિકેટ વર્લ્ડ કપ સુપર લીગની શરૂઆત કરી હતી. આ લીગમાં કુલ 13 ટીમો સામેલ થઇ હતી. જેમાં ટોપ-8 ટીમો ઓટોમેટિક વર્લ્ડ કપ માટે ક્વૉલિફાય થઈ જશે. સુપર લીગમાં ન્યૂઝીલેન્ડ પ્રથમ, ઈંગ્લેન્ડ બીજા, ભારત ત્રીજા, બાંગ્લાદેશ ચોથા, પાકિસ્તાન પાંચમા, ઓસ્ટ્રેલિયા છઠ્ઠા, અફઘાનિસ્તાન સાતમા અને દક્ષિણ આફ્રિકા આઠમા સ્થાને આવી છે.