World Cup 2023 Points Table After IND vs AUS: વર્લ્ડ કપ 2023ની 18મી મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 62 રનથી હરાવ્યું હતું. આ જીત બાદ ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને આવી ગયું છે. જ્યારે હાર સાથે પાકિસ્તાન પાંચમા સ્થાને સરકી ગયું છે. ટુર્નામેન્ટની બીજી મેચ ઓસ્ટ્રેલિયાએ જીતી લીધી હતી. કાંગારૂ ટીમને પ્રથમ બે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, આ પછી ટીમે વાપસી કરી અને આગામી બે મેચ જીતી લીધી. આ પહેલા મેચમાં કાંગારૂ ટીમે શ્રીલંકાને હરાવ્યું હતું.


આ ટીમો ટોપ-4માં સામેલ 


પોઈન્ટ ટેબલમાં, ન્યૂઝીલેન્ડ ચારેય મેચ જીત્યા બાદ 8 પોઈન્ટ અને +1.923ના નેટ રન રેટ સાથે ટોચના સ્થાને છે. ચારેય મેચ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા 8 પોઈન્ટ અને +1.659ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને છે. આ પછી દક્ષિણ આફ્રિકા 3માંથી 2 જીત બાદ 4 પોઈન્ટ અને +1.385 રન રેટ સાથે ત્રીજા ક્રમે છે અને ઓસ્ટ્રેલિયા 4માંથી 2 જીત બાદ 4 પોઈન્ટ અને  -0.193 રન રેટ સાથે ચોથા ક્રમે આવી ગયું છે.


બીજી ટીમોની સ્થિતિ


પાકિસ્તાન 4માંથી 2 જીતીને 4 પોઈન્ટ અને નેગેટિવ -0.456ના નેટ રન રેટ સાથે પાંચમા ક્રમે આવી ગયું છે. આ પછી, ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ 3 મેચ બાદ 2 પોઈન્ટ અને નેગેટિવ -0.084 નેટ રનરેટ સાથે છઠ્ઠા, બાંગ્લાદેશ 4 મેચમાં 2 પોઈન્ટ અને -0.784 નેગેટિવ નેટ રનરેટ સાથે સાતમા સ્થાને છે, નેધરલેન્ડ 4 મેચમાં 2 પોઈન્ટ અને નેગેટિવ -0.993 સાથે આઠમાં ક્રમે છે. અફઘાનિસ્તાન 4 મેચમાં 2 પોઈન્ટ સાથે નેગેટિવ -1.250 નેટ રન રેટ સાથે નવમા સ્થાને છે અને શ્રીલંકા કોઈ મેચ જીત્યા વિના દસમા સ્થાને છે. ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી શ્રીલંકા એકમાત્ર એવી ટીમ છે જેણે એકપણ મેચ જીતી નથી.   


રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને આપી હાર


વર્લ્ડ કપની 18મી મેચ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 367 રન બનાવ્યા હતા જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 305 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોએ બાબર આઝમના નિર્ણયને ખોટો સાબિત કર્યો હતો. ઓસ્ટ્રેલિયાના ઓપનર બેટ્સમેન ડેવિડ વોર્નર અને મિશેલ માર્શે 259 રનની શાનદાર ભાગીદારી કરી ઓસ્ટ્રેલિયાને શાનદાર શરૂઆત અપાવી હતી.