ICC World Cup Online Ticket:  ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની શરુઆત 5 ઓક્ટોબરથી થશે. જ્યારે વર્લ્ડ કપની ફાઇનલ મેચ 19 નવેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. તો બીજી તરફ વર્લ્ડ કપ માટે ઓનલાઈન ટિકિટનું વેચાણ 25 ઓગસ્ટથી શરૂ થશે. વાસ્તવમાં ICCએ વર્લ્ડ કપના કાર્યક્રમમાં ફેરફાર કર્યો છે. ભારત-પાકિસ્તાન મેચ સિવાય કુલ 8 મેચોના પહેલાથી જ નક્કી કરેલા શેડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ ICCએ ટિકિટના વેચાણની અંતિમ તારીખ જાહેર કરી છે.


વર્લ્ડ કપની ઓનલાઈન ટિકિટ ક્યારે ઉપલબ્ધ થશે?


જોકે, વર્લ્ડ કપની લીગ મેચોની ટિકિટ 25 ઓગસ્ટથી ઓનલાઈન ઉપલબ્ધ થશે. જ્યારે ચાહકો 15 સપ્ટેમ્બરથી ઓનલાઈન સેમીફાઈનલ અને ફાઈનલ મેચની ટિકિટ ખરીદી શકશે. આ ટૂર્નામેન્ટની મેચો 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર સુધી ભારતના 10 અલગ-અલગ મેદાનો પર રમાશે.  BCCI સેક્રેટરી જય શાહે આ અંગે પોતાનો જવાબ આપ્યો છે. તેણે જણાવ્યું કે પ્રશંસકો કેવી રીતે વર્લ્ડ કપ માટે ઓનલાઈન અને ઓફલાઈન ટિકિટ ખરીદી શકે છે. ક્રિકેટ ચાહકો આઈસીસીની વેબસાઈટ પરથી ઓનલાઈન ટિકિટ ખરીદી શકે છે. નોંધનિય છે કે, ટિકિટોનું વેચાણ 25 ઓગસ્ટથી ઓનલાઇન શરૂ થશે, પરંતુ ચાહકો 15 સપ્ટેમ્બરથી ફાઇનલ અને સેમિફાઇનલ મેચની ટિકિટ ખરીદી શકશે.


BCCI સેક્રેટરી જય શાહે શું કહ્યું?


જય શાહે જણાવ્યું કે ઓનલાઈન ટિકિટ ઉપરાંત ઓફલાઈન ટિકિટ લગભગ 7-8 કેન્દ્રો પર ઉપલબ્ધ થશે. આ રીતે ક્રિકેટ ચાહકો ઓનલાઈન ટિકિટ સિવાય ઓફલાઈન ટિકિટ પણ ખરીદી શકશે. આ માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે જય શાહે સ્પષ્ટપણે કહ્યું કે, ઓનલાઈન ટિકિટ સિવાય ચાહકોએ સ્ટેડિયમમાં પ્રવેશ કરતી વખતે ઓફલાઈન ટિકિટ પોતાની સાથે રાખવી ફરજિયાત રહેશે.


વર્લ્ડકપનું નવું શિડ્યૂલ જાહેર


આગામી વનડે વર્લ્ડકપ 2023ને લઇને મોટુ અપડેટ સામે આવ્યુ છે. વનડે વર્લ્ડકપ 2023 આ વર્ષે 5 ઓક્ટોબરથી શરૂ થવાનો છે, અને આનું આયોજન આ વખતે ભારત કરશે. આ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ 19 નવેમ્બરે રમાશે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ હવે આનું નવું શિડ્યૂલ જાહેર કર્યું છે. આ અંતર્ગત ભારત-પાકિસ્તાન મેચ સહિત 9 મેચોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હવે 15મીને બદલે એક દિવસ પહેલા એટલે કે 14મી ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ સહિત 9 મેચોના શિડ્યૂલમાં ફેરફાર કરવામાં આવ્યા છે.


આ 9 મેચોના શિડ્યૂલમાં થયો ફેરફાર -


- ઇંગ્લેન્ડ Vs બાંગ્લાદેશ: 10 ઓક્ટોબર - સવારે 10.30 વાગ્યાથી
- પાકિસ્તાન Vs શ્રીલંકા: 10 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs દક્ષિણ આફ્રિકા: 12 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ન્યૂઝીલેન્ડ Vs બાંગ્લાદેશ: 13 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs પાકિસ્તાન: 14 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs અફઘાનિસ્તાન: 15 ઓક્ટોબર - બપોરે 2.00 વાગ્યાથી
- ઓસ્ટ્રેલિયા Vs બાંગ્લાદેશ: 11 નવેમ્બર - સવારે 10.30 વાગ્યાથી
- ઈંગ્લેન્ડ Vs પાકિસ્તાન: 11 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી
- ભારત Vs નેધરલેન્ડ: 12 નવેમ્બર - બપોરે 2.00 વાગ્યાથી