નવી મુંબઈઃ વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઈન્ડિયન્સ અને યુપી વોરિયર્સ વચ્ચે મેચ રમાઈ હતી. નવી મુંબઈના ડૉ. ડીવાય પાટીલ સ્પોર્ટ્સ એકેડમી મેદાનમાં યુપીની કેપ્ટન એલિસા હીલીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. તેમના બોલરોએ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અપરાજિત મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર બોલિંગ કરી હતી. જેના કારણે હરમનપ્રીત કૌરની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
હરમનપ્રીત કૌરનો શાનદાર કેચ
મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટન હરમનપ્રીત કૌર અત્યાર સુધી બેટથી શાનદાર ફોર્મમાં છે. આ મેચમાં તેણે ફિલ્ડિંગમાં પણ કૌશલ્ય બતાવ્યું હતું. મુંબઈને પહેલી સફળતા બીજી ઓવરમાં દેવિકા વૈદ્યના રૂપમાં મળી હતી. હરમન સ્લિપમાં ફિલ્ડિંગ કરી રહી હતી. દેવિકાનો બોલ બેટને અડીને વિકેટકીપર અને સ્લિપની વચ્ચે ગયો હતો. દરમિયાન હરમનપ્રીત કૌરે જમણી તરફ કૂદકો મારી એક હાથથી કેચ પકડ્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન આ ટૂર્નામેન્ટમાં વિસ્ફોટક ફોર્મમાં છે. પરંતુ આ મેચમાં તે યુપીની સ્પિન બોલિંગ સામે સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હતા. ઈનિંગના છેલ્લા બોલ પર મુંબઈની ટીમ 127 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. ટીમ માટે માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચ્યા હતા. હેલી મેથ્યુઝે 35, વોંગે 32 જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે 25 રન બનાવ્યા હતા. ડાબોડી સ્પિનર સોફી એક્લેસ્ટોને 15 રનમાં ત્રણ વિકેટ લીધી હતી. તેમના સિવાય રાજેશ્વરી ગાયકવાડ અને દીપ્તિ શર્માને પણ 2-2 વિકેટ મળી હતી
RCB ની જર્સી નંબર-17 અને 333 થશે નિવૃત, ડિવિલિયર્સ અને ક્રિસ ગેલના સન્માનમાં ફ્રેન્ચાઇઝીએ લીધો નિર્ણય
AB de Villiers and Chris Gayle: ઇન્ડિયન પ્રિમિયર લીગની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ તેમની ટીમની જર્સી નંબર-17 અને 333 હંમેશા માટે નિવૃત્ત કરી દીધી છે. એટલે કે હવે RCBનો કોઈ ખેલાડી આ બે નંબરની જર્સી પહેરી શકશે નહીં. આ બંને જર્સી નંબર આરસીબીના બે દિગ્ગજ બેટ્સમેન એબી ડી વિલિયર્સ અને ક્રિસ ગેલના છે અને આ બે દિગ્ગજ ખેલાડીઓના સન્માનમાં આરસીબીએ આ બંને જર્સી નંબરને નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે.