Womens Premier League 2023: વુમન્સ પ્રીમિયર લીગ (WPL)ની પ્રથમ સિઝનમાં અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે, જેમાં પોઈન્ટ ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સ મહિલા ટીમનું વર્ચસ્વ સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ટીમે અત્યાર સુધી રમાયેલી બે મેચમાં એકતરફી જીત મેળવી છે. પોતાની પ્રથમ મેચમાં જ્યાં મુંબઈ ઈન્ડિયન્સની મહિલા ટીમે ગુજરાત જાયન્ટ્સને 143 રનથી હરાવ્યું હતું, બીજી મેચમાં તેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમને 9 વિકેટે હરાવ્યું હતું.
હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલ પર પ્રથમ સ્થાને છે, જેમાં તેનો નેટ રનરેટ 5.185 છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સ વુમન અને યુપી વોરિયર્સની ટીમ પોઈન્ટ ટેબલ પર બીજા અને ત્રીજા સ્થાન પર છે, બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધી માત્ર એક જ મેચ રમી છે.
દિલ્હી કેપિટલ્સ ટીમના 2 પોઈન્ટ છે જેમાં તેમનો નેટ રનરેટ 3.0 છે જ્યારે યુપી વોરિયર્સ ટીમનો નેટ રનરેટ 0.374 છે. 7 માર્ચે જ બંને ટીમો એકબીજા સામે મેચ રમવાની છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત જાયન્ટ્સની હાલત ખરાબ
પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની મહિલા ટીમ છે, જેણે સ્મૃતિ મંધાનાની કેપ્ટનશીપમાં અત્યાર સુધી રમાયેલી 2 મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો છે. જ્યાં RCB મહિલા ટીમને તેની પ્રથમ મેચમાં દિલ્હી કેપિટલ્સ વુમન્સ સામે 60 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યાં બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે 9 વિકેટે પરાજય થયો હતો. જો ટીમનો નેટ રનરેટ જોવામાં આવે તો તે પણ -3.176 છે.
ગુજરાત જાયન્ટ્સની ટીમ હાલ પોઈન્ટ ટેબલ પર છેલ્લા સ્થાને છે. ટીમને પ્રથમ મેચમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે બીજી મેચમાં એક તબક્કે જીતની સ્થિતિમાં પહોંચવા છતાં તેને યુપી સામે 3 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત જાયન્ટ્સનો હાલમાં નેટ રન રેટ -3.765 છે.
નોંધનીય છે કે વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં મુંબઈ ઈન્ડિયન્સે સોમવારે (06 માર્ચ) બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને 9 વિકેટે હરાવ્યું હતું. રોયલ ચેલેન્જર્સે જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો જે મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 34 બોલ બાકી રહેતા હાંસલ કરી લીધો હતો.
મેથ્યુઝ-બ્રન્ટની સામે આરસીબીની હાર
લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની શરૂઆત સારી રહી હતી અને હેલી મેથ્યુઝે યાસ્તિકા ભાટિયા સાથે મળીને પ્રથમ વિકેટ માટે 5 ઓવરમાં 45 રનની ભાગીદારી નોંધાવી હતી. યાસ્તિકા ભાટિયાએ 23 રન બનાવ્યા હતા. એક વિકેટ પડ્યા પછી RCB ચાહકો આશા રાખતા હતા કે તેમની ટીમ વાપસી કરશે. પરંતુ એવું બિલકુલ થયું નહીં કારણ કે હેલી મેથ્યુઝ અને નેટ સાયવર-બ્રન્ટની જોડી આરસીબીના બોલરો પર તૂટી પડી હતી