WPL 2024: દિલ્હી કેપિટલ્સે રોમાંચક મેચમાં RCBને 1 રનથી હરાવ્યું, પ્લેઓફમાં બનાવી જગ્યા

WPL 2024 DCW vs RCBW: દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2024ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. તેઓએ રવિવારે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું.

Continues below advertisement

WPL 2024 DCW vs RCBW: દિલ્હી કેપિટલ્સે મહિલા પ્રીમિયર લીગ 2024ના પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે. તેઓએ રવિવારે રોમાંચક મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 1 રનથી હરાવ્યું. દિલ્હી તરફથી જેમિમાહ રોડ્રિગ્ઝે શાનદાર બેટિંગ કરી અને અડધી સદી ફટકારી. તેણે 36 બોલમાં 58 રન બનાવ્યા હતા. એલિસ કેપ્સીએ 48 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. કેપ્સીએ એક વિકેટ પણ લીધી હતી. આરસીબી તરફથી રિચા ઘોષે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે ટીમને જીત અપાવી શકી ન હતી. આરસીબી તરફથી શ્રેયંકા પાટીલે 4 વિકેટ લીધી હતી.

Continues below advertisement

 

દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં પહોંચનારી બીજી ટીમ બની ગઈ છે. તે પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સ પહેલા જ પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂકી છે. તે બીજા નંબર પર છે. દિલ્હીએ 7 મેચ રમી છે અને 5માં જીત મેળવી છે. તેના 10 પોઈન્ટ છે. નેટ રન રેટના મામલે દિલ્હી મુંબઈ કરતા આગળ છે. આ કારણે બંને ટીમના 10-10 પોઈન્ટ હોવા છતાં દિલ્હી ટોપ પર છે.

દિલ્હી માટે જેમિમાએ શાનદાર અડધી સદી ફટકારી હતી

પ્રથમ બેટિંગ કરતા દિલ્હીએ 181 રન બનાવ્યા હતા. આ દરમિયાન જેમિમા ત્રીજા નંબર પર બેટિંગ કરવા આવી હતી. 36 બોલનો સામનો કરીને તેણે 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. તેણે 58 રન બનાવ્યા હતા. એલિસ કેપ્સી ચોથા નંબર પર બેટિંગ કરવા આવી હતી. તેણે 32 બોલમાં 48 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા ફટકાર્યા હતા. કેપ્ટન મેગ લેનિંગે 5 ફોરની મદદથી 29 રન બનાવ્યા હતા. શેફાલી વર્માએ 23 રનનું યોગદાન આપ્યું હતું. કેપ 12 રન બનાવીને અણનમ રહી હતી.

RCB રોમાંચક મેચમાં 1 રનથી હારી ગયું 

દિલ્હી દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરતી વખતે બેંગ્લોર માત્ર 1 રન પાછળ રહી ગયું હતું. તેણે 7 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા હતા. તેના માટે રિચા ઘોષે અડધી સદી ફટકારી હતી. પરંતુ તે વિજય અપાવી શકી નહીં. 29 બોલનો સામનો કરીને તેણે 4 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. એલિસ પેરીએ 32 બોલમાં 49 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. સોફિયાએ 33 રનનું યોગદાન આપ્યું હતું. જ્યોર્જિયા વેરહેમ 12 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી.

છેલ્લી ઓવરમાં જોવા મળી રસાકસી

આ મેચની છેલ્લી ઓવર રોમાંચક રહી હતી. આરસીબીને છેલ્લી ઓવરમાં જીતવા માટે 17 રનની જરૂર હતી. રિચા ટીમ માટે સ્ટ્રાઈક પર હતી. જ્યારે દિલ્હીએ જોનાસનને બોલ આપ્યો હતો. રિચાએ પહેલા બોલ પર સિક્સર ફટકારી હતી. બીજો બોલ ડોટ રહ્યો અને ત્રીજા બોલ પર દિલ્હીને વિકેટ મળી. RCB માટે નોન-સ્ટ્રાઈક પર રહેલી દિશા રનઆઉટ થઈ ગઈ હતી. આ પછી રિચાએ ચોથા બોલ પર 2 રન લીધા અને પાંચમા બોલ પર સિક્સર ફટકારી. તે છેલ્લા બોલ પર રનઆઉટ થઈ હતી.

Continues below advertisement
Sponsored Links by Taboola