WPL 2024 Schedule Start Date : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિમેન્સ પ્રીમિયર લીગ 2024 (WPL 2024) નું શિડ્યૂલ જાહેર કરી દીધુ છે. આ ટૂર્નામેન્ટ 23 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી રમાશે. ગયા વર્ષની જેમ કુલ પાંચ ટીમો 22 મેચ રમશે. જો કે આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખરેખરમાં, ગયા વર્ષે આ લીગ મુંબઈ અને નવી મુંબઈના બે સ્ટેડિયમમાં રમાઈ હતી. જો કે, આ વખતે આ લીગની હૉસ્ટિંગ મુંબઈને બદલે બેંગલુરુ અને દિલ્હીને આપવામાં આવી છે.
આ મેચો બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. બંને મેદાનોએ 11-11 મેચો યોજી છે. ટૂર્નામેન્ટની શરૂઆત ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે બેંગલુરુમાં રમાનારી મેચથી થશે. વૂમેન્સ પ્રીમિયર લીગની આ બીજી આવૃત્તિ છે અને ગયા વર્ષે હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સ ટીમ ચેમ્પિયન બની હતી. તેણે ફાઇનલમાં મેગ લેનિંગની કપ્તાની હેઠળ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું.
ટૂર્નામેન્ટની પ્રથમ 11 મેચ બેંગલુરુમાં રમાશે. આ પછી પાંચેય ટીમો દિલ્હી આવશે, જ્યાં એલિમિનેટર સહિતની ફાઇનલ મેચ રમાશે. લીગ રાઉન્ડમાં 20 મેચો રમાશે અને ત્યારબાદ એલિમિનેટર અને ફાઈનલ મેચો રમાશે. લીગ રાઉન્ડમાં ટોપ પર રહેનારી ટીમ સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. જ્યારે, બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટર રમશે. 24 દિવસ સુધી ચાલનારી આ ટુર્નામેન્ટમાં એક પણ ડબલ હેડર મેચ રમાશે નહીં. દરરોજ એક જ મેચ થશે. એલિમિનેટર 15 માર્ચે અને ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.
WPL માટેની પાંચ ટીમો નીચે મુજબ છે -
- રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)
- ગુજરાત જાયન્ટ્સ (GG)
- મુંબઈ ઈન્ડિયન્સ (MI)
- દિલ્હી કેપિટલ્સ (DC)
- યુપી વોરિયર્સ (UPW)
WPL 2024નું સંપૂર્ણ શિડ્યૂલ-