Gujarat Giants WPL 2025 Auction: વિમેન્સ પ્રીમિયર લીગ 2025 માટે હરાજી શરૂ થઈ ગઈ છે. બેંગ્લોરમાં આયોજિત આ હરાજીમાં તમામ ટીમો તેમની બાકીની જગ્યાઓ ભરવાનો પ્રયાસ કરશે. 120 ખેલાડીઓ પર બોલી લગાવવામાં આવી રહી છે. વિમેન્સ પ્રીમિયર લીગ 2025માં પહેલી બોલી વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ખેલાડી ડિઆન્ડ્રા ડોટિન પર લગાવવામાં આવી હતી. તે બેઝ પ્રાઈસ કરતા અનેક ગણા વધુ ભાવે વેચાઈ હતી.  ડિઆન્ડ્રાને ગુજરાત જાયન્ટ્સે 1.70 કરોડ રૂપિયામાં ખરીદ્યી હતી. જ્યારે તેની મૂળ કિંમત 50 લાખ રૂપિયા હતી. ડિઆન્ડ્રાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણીએ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે. ડબલ્યુપીએલની બીજી બોલી ડેનિયલ ગિબ્સન પર હતી. તે પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહી હતી.


વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર ડોટિન વિશે વાત કરીએ તો યુપી વોરિયર્સે તેના પર પહેલી બોલી લગાવી હતી. આ પછી ગુજરાત પણ આ રેસમાં જોડાયું. આ બંને ફ્રેન્ચાઈઝી વચ્ચે લાંબી સ્પર્ધા હતી. પરંતુ અંતે ગુજરાત જીત્યું. યુપી વોરિયર્સે 1.60 કરોડની છેલ્લી બોલી લગાવી હતી. જ્યારે ગુજરાત જાયન્ટ્સે ડોટીનને રૂ. 1.70 કરોડ ચૂકવીને ખરીદ્યી હતી.






ડોટીનનું અત્યાર સુધીનું પ્રદર્શન આ પ્રમાણે રહ્યું છે 


ડોટિનનું અત્યાર સુધી ટી20 ફોર્મેટમાં વિસ્ફોટક પ્રદર્શન જોવા મળ્યું છે. તેણે મહિલા બિગ બેશ લીગની 56 મેચમાં 934 રન બનાવ્યા છે. આ સાથે 41 વિકેટ પણ લીધી છે. ડોટીને હન્ડ્રેડ વિમેન્સ કોમ્પિટિશનમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ડોટિને વેસ્ટ ઈન્ડિઝ માટે 132 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન 2817 રન બનાવ્યા છે. તેણે આ ફોર્મેટમાં 2 સદી અને 12 અડધી સદી ફટકારી છે. તેણે આ ફોર્મેટની 132 મેચમાં 67 વિકેટ લીધી છે.


આ ખેલાડીઓ હરાજીના પ્રથમ રાઉન્ડમાં અનસોલ્ડ રહ્યા -


ઈંગ્લેન્ડની દિગ્ગજ ખેલાડી ગિબસન પ્રથમ રાઉન્ડમાં ઓનસોલ્ડ રહી.  તેની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતી. ભારતની અનુભવી ખેલાડી પૂનમ યાદવ પર પણ કોઈએ બોલી લગાવી નથી. ઈંગ્લેન્ડની હીથર નાઈટ અને સારા ગ્લેન પણ અનસોલ્ડ રહી. વેસ્ટ ઈન્ડિઝની ઓલરાઉન્ડર હેનરી પર કોઈએ બોલી લગાવી નથી. 


INDvsAUS: જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટમાં કપિલ દેવનો આ મોટો રેકોર્ડ કર્યો ધ્વસ્ત