Women T20 WC: આજે મહિલા ટી20 વર્લ્ડકપમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આમને સામને ટકરાઇ રહી છે. સાંજે 6.30 વાગ્યાથી પૉર્ટ એલિઝાબેથના સેન્ટ જૉર્જ ગ્રાઉન્ડ પરથી મેચ શરૂ થઇ રહી છે, આ પહેલા અહીં અમે તમને ભારત અને ઇંગ્લેન્ડ બન્નેની મહિલા ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન વિશે વાત કરી રહ્યાં છે, જુઓ અહીં આજે કયા કયા સ્ટાર ખેલાડીઓને રમવાનો મોકો મળી શકે છે. 


આજની મેચ બન્ને ટીમો માટે નૉકઆઉટ જેવી છે, કેમ કે બન્ને ટીમો આજની મેચ જીતીને સેમિ ફાઇનલની ટિકીટ લેવા પ્રયાસ કરશે, બન્ને ટીમો પોતાના ગૃપ સ્ટેજની બન્ને મેચો જીતી ચૂકી છે, અને આજની મેચ જીત્યા બાદ લગભગ મહિલા ટી20 વર્લ્ડકપ 2023ની સેમિ ફાઇનલની જગ્યા પાક્કી થઇ જશે. ટી20 ક્રિકેટમાં બન્ને ટીમોની સરખામણી કરીએ તો હંમેશાથી ઇંગ્લેન્ડનું પલડુ ભારતીય ટીમ સામે ભારે જોવા મળ્યુ છે. આજે બન્નેની પ્લેઇંગ ઇલેવન પણ જોવાલાયક રહેશે, જુઓ અહીં શું હશે આજે બન્ને ટીમનો પ્લેઇંગ ઇલેવન.... 


આજની મેચ માટે બન્ને ટીમોની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 


ભારતીય મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
શેફાલી વર્મા, સ્મૃતિ મંધાના, યાસ્તિકા ભાટિયા, જેમિમા રોડ્રિંગ્સ, હરમનપ્રીત કૌર (કેપ્ટન), ઋચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, પૂજા વસ્ત્રાકર / શિખા પાન્ડે, રાધા યાદવ, રાજેશ્વર ગાયકવાડ, રેણુકા સિંહ ઠાકુર.
 
ઇંગ્લેન્ડ મહિલા ટીમની સંભવિત પ્લેઇંગ ઇલેવન - 
સોફી ડન્ક્લે, ડેની વેટ, એલીસ ક્રૈપ્સી, નેટ સીવર બ્રન્ટ, હીથર નાઇટ (કેપ્ટન), એમી જૉન્સ (વિકેટકીપર), કેથરિન સીવર બ્રન્ટ, સૉફી એક્સેલસ્ટૉન, ચાર્લી ડીન, સારાહ ગ્લેન, લૉરેન બેલ.