ભારત અને ન્યૂઝિલેન્ડ (India vs New Zealand) વચ્ચે તારીખ ૧૮મી જુનથી ઈંગ્લેન્ડના સાઉથમ્પ્ટનમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ (IND vs NZ WTC Final) રમાશે.  ભારતે ટીમના ખેલાડીઓની જાહેરાત કરી છે. 

Continues below advertisement


વિરાટ કોહીલ, રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્યે રહાણે, રિષભ પંત, રવિંદ્ર જાડેજા, રવિચંદ્ર અશ્વિન, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા અને મોહમ્મદ શામીના નામની જાહેરાત કરાઈ છે. 



ન્યુઝીલેન્ડ સામેની આ ઐતિહાસિક મેચમાં રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનિંગમાં આવશે.  ગિલે ગયા વર્ષે ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન  શાનદાર પ્રદર્શન કર્યું હતું.  તેણે  ગાબામાં  91 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. ત્યારથી તે સતત ટેસ્ટ ટીમનો ભાગ રહ્યો છે.



રિષભ પંત પણ ફાઈનલ મુકાબલામાં પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. પંતે પહેલા ઓસ્ટ્રેલિયામાં કંગારુઓ સામે અને પછી ઈંગ્લેન્ડ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. હાલના ફોર્મને જોતા કોહલીએ તેના પર વિશ્વાસ કર્યો છે.  


બે સ્પીનર્સને મળશે તક


સાઉથમ્પટનની પીચ પર કેપ્ટન વિરાટ કોહલીએ બે સ્પીનર્સ સાથે ઉતરવાનો નિર્ણય કર્યો છે. તેમણે રવિંદ્ર જાડેજા અને અશ્વિનને ટીમમાં સામેલ કર્યા છે. જ્યારે ફાસ્ટ બોલરોમાં અનુભવી બોલરો સાથે ગયા છે. ઈશાંત શર્મા, મોહમ્મદ શમી અને બુમરાહની તિકડી ફાઈનલમાં ધમાલ મચાવશે.