KL Rahul And Jadev Unadkat Injury Worries For Indian Team: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ મેચ પહેલા ભારતીય ટીમની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ટીમ ઈન્ડિયાને WTCની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે 7 જૂનથી ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમવાની છે, જેના માટે પસંદગીકારો દ્વારા 24 એપ્રિલે ટીમની જાહેરાત પણ કરવામાં આવી હતી. હાલમાં ટીમના મોટાભાગના ખેલાડીઓ IPLની 16મી સીઝન રમવામાં વ્યસ્ત છે, જેમાં હવે કેટલાક ખેલાડીઓની ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની મુશ્કેલીઓ વધી રહી છે.


ભારતીય ટીમને પહેલા જ ઋષભ પંત અને જસપ્રીત બુમરાહના રૂપમાં બે મોટા આંચકાઓ લાગ્યા હતા. ઑસ્ટ્રેલિયા સામેની ઘરેલું ટેસ્ટ શ્રેણી દરમિયાન છેલ્લી ટેસ્ટમાં શ્રેયસ પણ પીઠની ઇજાને કારણે ઇજાગ્રસ્ત થતાં લાંબા સમયથી બહાર છે. આ સિવાય IPLમાં રમી રહેલા ઝડપી બોલર ઉમેશ યાદવ પણ ઈજાના કારણે મેચ રમી રહ્યો નથી.


હવે લખનઉ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલ આરસીબી સામેની મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે જમણા પગમાં ખેંચ આવવાને કારણે મેદાનની બહાર થઇ ગયો હતો.  આ પછી તે ફક્ત બેટિંગ માટે પાછો ફર્યો હતો પરંતુ તે પણ જ્યારે તેની ટીમ 9 વિકેટ ગુમાવી ચૂકી હતી. રાહુલની ઈજાએ ચોક્કસપણે ટીમ ઈન્ડિયાની ચિંતા વધારી દીધી છે, કારણ કે તેને WTCમાં વિકેટકીપિંગની ભૂમિકા પણ આપવામાં આવી શકે છે.


નેટ પ્રેક્ટિસ દરમિયાન જયદેવ ઉનડકટ પણ થયો ઈજાગ્રસ્ત


ડબલ્યુટીસી ફાઈનલ માટે ટીમ ઈન્ડિયામાં સામેલ ડાબોડી ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટને પણ નેટ્સમાં પ્રેક્ટિસ દરમિયાન ડાબા ખભામાં ઈજા થઈ હતી. હજુ સુધી લોકેશ રાહુલ અને જયદેવ ઉનડકટની ઈજાઓ અંગે BCCI દ્વારા કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી.


GT vs DC: હાર્દિક પંડ્યાની અડધી સદી બેકાર ગઈ, દિલ્હીએ ગુજરાતને 5 રનથી આપી હાર


GT vs DC, IPL 2023 Match 44: IPLની 16મી સિઝનમાં દિલ્હી કેપિટલ્સ (DC) એ ગુજરાત ટાઇટન્સ (GT) સામે રોમાંચક રીતે 131 રનનો બચાવ કરતા તેને 10 રનથી હરાવ્યું. આ મેચમાં ગુજરાતની ટીમને છેલ્લી 2 ઓવરમાં 32 રનની જરૂર હતી. આ પછી રાહુલ તેવટિયાના સતત 3 સિક્સરની મદદથી ટીમે 19મી ઓવરમાં 21 રન બનાવ્યા અને ટીમને જીતની ખૂબ નજીક પહોંચાડી દીધી. દિલ્હી તરફથી ઇનિંગ્સની છેલ્લી ઓવર માટે આવેલા ઇશાંત શર્માને 12 રન બચાવવા પડ્યા હતા અને તેણે 6 બોલમાં માત્ર 6 રન આપ્યા હતા અને 1 વિકેટ મેળવી હતી અને ટીમને 5 રનથી જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


રિદ્ધિમાન સાહા અને શુભમને કર્યા નિરાશ


131 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સ ટીમની આ મેચમાં ખૂબ જ ખરાબ શરૂઆત થઈ હતી. રિદ્ધિમાન સાહા ઇનિંગની પ્રથમ ઓવરમાં ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મમાં રહેલા શુભમન ગિલ માત્ર 6 રન બનાવીને કેચ આઉટ થયો હતો. ગુજરાતની ટીમે 18ના સ્કોર પર પોતાના બંને ઓપનિંગ બેટ્સમેન ગુમાવ્યા હતા.


દરેકને વિજય શંકર પાસેથી સારી ઇનિંગની અપેક્ષા હતી, પરંતુ તે અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા દ્વારા તેના એક શ્રેષ્ઠ બોલમાં 6 રનના અંગત સ્કોર પર બોલ્ડ આઉટ થયો હતો. ગુજરાતની ટીમને ત્રીજો ફટકો 26ના સ્કોર પર લાગ્યો હતો. આ પછી ટીમ પ્રથમ 6 ઓવરના અંતે 31 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી