WTC 2023: આઇસીસીની સૌથી મોટી ઇવેન્ટ આવતીકાલથી શરૂ થઇ રહી છે, ક્રિકેટના સૌથી મોટા ફૉર્મેટમાં આવતીકાલથી ચેમ્પીયન બનવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમે ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર આમને સામને ટકરાશે, પરંતુ આ પહેલા ટીમ ઇન્ડિયા માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ન્યૂઝ એજન્સી એએનઆઇ અનુસાર, ભારતીય કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે. 


ન્યૂઝ એજન્સી એએનઆઇએ હાલમાં જ એક ટ્વીટ કર્યુ છે, ટ્વીટ પ્રમાણે ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને ઇન્જર્ડ બતાવવામાં આવ્યો છે. ટ્વીટ પ્રમાણે, રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો છે અને તેને ડાબા હાથના અંગૂઠા પર ઇજા પહોંચી છે, જોકે, ઇજા બાદ તેને પટ્ટી બાંધીને ફરીથી પ્રેક્ટિસ કરી હતી. ઇજા કેટલી ગંભીર છે, તેનું અપડેટ સામે આવ્યુ નથી. મહત્વનું છે કે, રોહિત શર્માની ઇજા અંગે કોઇ અપડેટ સામે આવ્યુ નથી પરંતુ રોહિત શર્માએ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, હું ટીમને એક આઇસીસી ટ્રૉફી અપાવવા માંગુ છુ, આના પરથી માની શકાય કે રોહિત શર્મા આવતીકાલે મેદાનમાં ઉતરશે, જો મેદાનમાં નથી ઉતરતો તો મીડલ ઓર્ડર ગુજરાતી બેટ્સમેન ચેતેશ્વર પુજારાને ટીમની કમાન સોંપવામાં આવી શકે છે.


ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયા સતત બીજીવાર આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલમાં પહોંચી છે, ગઇ વખતે ટીમ ઇન્ડિયાનો સામને ફાઇનલમાં કીવી ટીમ સામે થયો હતો, જેમાં વિરાટ કોહલીની આગેવાની વાળી ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ વાત છે કે છેલ્લા 10 વર્ષથી ભારતીય ટીમ એકપણ આઇસીસી ટ્રૉફી જીતવામાં સફળ થઇ શકી નથી. આ વખતે આઇસીસી ટ્રૉફી જીતવા માટે ટીમ ઇન્ડિયા પર ભારે દબાણ છે. ડબલ્યૂટીસી ફાઇનલમાં 7 જૂનથી 11 જૂન સુધી ઓવલના મેદાનમાં રમાશે, આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. આ સિવાય 12 જૂનને અનામત દિવસ તરીકે રાખવામાં આવ્યો છે.






આવતીકાલથી ઇંગ્લેન્ડના ઓવલ મેદાન પર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ રમાશે, આ પહેલા અભ્યાસ સત્ર દરમિયાન કેપ્ટન રોહિત શર્માને ઇજા પહોંચી હતી. આ પ્રેક્ટિસ સત્ર દરમિયાન વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, શુભમન ગીલ, ચેતેશ્વર પુજારા, અંજિક્યે રહાણે, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને શાર્દૂલ ઠાકુર પણ ન હતા જોવા મળ્યા, જ્યારે કેપ્ટન રોહિત શર્મા, કેએસ ભરત, રવિચંદ્રન અશ્વિન અને ઉમેશ યાદવ ભરપુર અભ્યાસ કર્યો હતો. 






-


ઇંગ્લેન્ડમાં બેટિંગ કરવી આસાન નથી - રોહિત શર્મા 
ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપ ફાઈનલ પહેલા રોહિત શર્માએ કહ્યું કે ઈંગ્લેન્ડમાં બેટિંગ આસાન રહી નથી. એક બેટ્સમેન તરીકે હું કહી શકું છું કે તમે ક્યારેય હળવા મૂડમાં આને નહીં લઇ શકો. ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર રમાશે.


ભારત અને ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન


ભારત


રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, કેએસ ભરત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર


ઓસ્ટ્રેલિયા


ડેવિડ વોર્નર, ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, કેમરૂન ગ્રીન, એલેક્સ કૈરી, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, નાથન લિયોન, સ્કૉટ બોલેન્ડ