WTC Final 2023: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઇંગ્લેન્ડના કેનિન્ગટન ઓવલમાં ડબલ્યૂટીસી ફાઇનલ મેચ રમાઇ રહી છે, આ મેચમાં આજે પાંચમો અને અંતિમ દિવસ છે, આજે ભારતના માથે હારનો ખતરો તોળાઇ રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે પાકિસ્તાની ક્રિકેટરોએ બફાટ કરવાનું શરૂ કરી દીધુ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકટેર બાસિત અલીએ ભારતીય ટીમની સાથે સાથે ભારતીય ટીમના કૉચ રાહુલ દ્રવિડને પણ આડેહાથે લેવાનું શરૂ કર્યુ છે. ટીમ ઇન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ હેડ કૉચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માની સતત ટીકા કરવા લાગ્યા છે. બાસિત અલીએ રાહુલ દ્રવિડ પર આકરા પ્રહારો પણ કર્યા છે.
રાહુલ દ્રવિડની કરી આકરી ટિકી-
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર બાસિત અલીએ ભારત સામે હારનો ખતરો જોઇને ભારતીય ટીમ પર કટાક્ષો કરવાનું શરૂ કરી દીધુ છે. તેમને કેપ્ટન રોહિત શર્માના નિર્ણયો પર સવાલો ઉઠાવ્યા છે, અને સાથે સાથે કૉચ રાહુલ દ્રવિડની રણનીતિને નિષ્ફળ ગણાવી છે.
બાસિત અલીએ પોતાની યુટ્યૂબ પર વાત કરતાં કહ્યું કે, રાહુલ દ્રવિડ કૉચ તરીકે બિલકુલ ઝીરો છે. તેને કહ્યું કે જ્યારે ભગવાન બુદ્ધિ વહેંચી રહ્યા હતા ત્યારે રાહુલ દ્રવિડ પહાડોની પાછળ છુપાયેલો હતો. યુટ્યૂબ પર આવા કટાક્ષો કરતાં કહ્યું કે, - ભારત તે જ ક્ષણે મેચ હારી ગયું જ્યારે તેને ટૉસ જીત્યા બાદ શરૂઆતના બે કલાકની ચિંતા કરીને બૉલિંગ કરવાનું પસંદ કર્યું હતું. જે પ્રકારની બૉલિંગ જોવા મળી હતી તે આઈપીએલ જેવી હતી. લંચ સુધીમાં ભારતીય બૉલરો એટલા ખુશ દેખાતા હતા જાણે તેઓ મેચ જીતી ગયા હોય."
ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે આગળ કહ્યું, “ભારત હવે માત્ર એટલું જ કરી શકે છે કે તેમને સસ્તામાં આઉટ કરી દે અને ચોથી ઇનિંગમાં ચમત્કારની આશા રાખે. ભારતે ફીલ્ડ કરેલી 120 ઓવર દરમિયાન, મેં માત્ર 2-3 ખેલાડીઓને જ ફિટ જોયા - રહાણે, કોહલી અને જાડેજા. બાકીના બધા થાકેલા દેખાતા હતા." ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી બાસિત અલીએ વધુમાં કહ્યું, “હું રાહુલ દ્રવિડનો મોટો ફેન છું, હંમેશા હતો અને રહીશ. તે ક્લાસ પ્લેયર છે, લિજેન્ડ છે. પરંતુ કોચ તરીકે તે બિલકુલ ઝીરો છે. તમે ભારત માટે ટર્નિંગ પીચો તૈયાર કરી છે. બસ મને એનો જવાબ આપો. જ્યારે ભારતે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો ત્યારે શું આવી જ વિકેટો હતી? તેની પાસે ઉછાળવાળી પીચો હતી, નહીં? ભગવાન જાણે છે કે તે શું વિચારી રહ્યો હતો. જ્યારે ઉપરવાળા બુદ્ધિ વહેંચતા હતા, ત્યારે ખબર નહીં તેઓ પહાડોની પાછળ ક્યાં છુપાયેલા હતા.