Year Ender 2022: અત્યાર સુધી 2022 માં ભારતીય બેટ્સમેનોનુ પ્રદર્શન મિશ્ર રહ્યુ છે. ટીમે વધુમાં વધી સીરીઝ પોતાના નામે કરી છે, જ્યારે મોટી ટૂર્નામેન્ટ જીતવામાં નિષ્ફળ રહી છે. આ વર્ષે ટીમે પહેલા એશિયા કપ, ને પછી ટી20 વર્લ્ડકપ ગુમાવ્યો. ટીમે આ વર્ષે કુલ 6 ટેસ્ટ મેચ, 24 વનડે અને 40 ટી20 ઇન્ટરનેશનલ મેચો રમી. જાણો અત્યાર સુધી આ વર્ષે કયા ફૉર્મેટમાં કયા ભારતીય બેટ્સમેને બનાવ્યા સર્વાધિક રન.... 


1 ટેસ્ટ ક્રિકેટ (ઋષભ પંત) - 
ભારતીય ટીમે અત્યાર સુધી આ વર્ષે કુલ 6 ટેસ્ટ મેચ રમી છે, તમામ મેચોમાં ટીમો ભાગ રહેલા ઋષભ પંતે અત્યાર સુધી કુલ 6 મેચોની 10 ઇનિંગમાં 64.22 ની એવરેજથી 578 રન બનાવ્યા છે. તેની આ ઇનિંગોમાં 2 સદી અને 3 ફિફ્ટી સામેલ છે. આ દરમિયાન તેની સ્ટ્રાઇક રેટ 91.60 ની રહી છે. 


2 વનડે ક્રિકેટ (શ્રેયસ અય્યર) - 
ભારતીય બેટ્મસેન શ્રેયસ અય્યર આ વર્ષે ભારતીય ટીમ માટે તમામ ફોર્મેટમાં શાનદાર લયમાં દેખાયો છે. વળી, વનડે ક્રિકેટમાં તેનો જુસ્સો અલગ જ દેખાયો. અય્યરે 2022 માં ભારતીય ટીમ માટે કુલ 17 વનડે મેચો રમી છે. આ મેચોની 15 ઇનિંગોમાં તેને 55.69 ની એવરેજથી 724 રન બનાવ્યા છે. તેની આ ઇનિંગોમાં એક સદી અને 6 ફિફ્ટી સામેલ રહી છે. વળી, તેની સ્ટ્રાઇક રેટ 91.52 ની રહી છે. 


3 ટી20 ક્રિકેટ (સૂર્યકુમાર યાદવ) 
સૂર્યકુમાર યાદવ આજકાલ ટી20 ઇન્ટરનેશનલમા છવાઇ ગયો છે, હાલની આઇસીસી ટી20 રેન્કિંગમાં તે નંબર વન પર છે. સૂર્યાએ આ વર્ષે ભારતીય ટીમ માટે કુલ 31 મેચોમાં 31 ઇનિંગો રમી છે, જેમાં 46.56 ની એવરેજથી અને 187.43 ની સ્ટ્રાઇક રેટથી 1164 રન બનાવ્યા છે. સૂર્યાએ માત્ર ભારત માટે જ નહીં પરંતુ આ વર્ષે આંતરરાષ્ટ્રીય સર્વાધિક રન બનાવવાના મામલામાં નંબર વનનું સ્થાન હાંસલ કર્યુ છે. તેને આ વર્ષે 2 સદી અને 9 ફિફ્ટી ફટકારી છે. 


 


 


મેન્સ અને વૂમેન્સ આઇપીએલ માટે શિડ્યૂલ  - 
આ ઉપરાંત મેન્સ અને વૂમેન્સ બન્ને આઇપીએલની મેચ ભારતમાં જ રમાશે, વૂમેન્સ આઇપીએલ મહિલા ટી20 વર્લ્ડકપ 2023ના લગભગ એક અઠવાડિયા બાદ શરૂ થશે. મહિલા ટી20 વર્લ્ડકપ 2023 ની શરૂઆત 26  બ્રુઆરીથી કેપટાઉનમાં થશે. આ ટૂર્નામેન્ટ પછી વૂમેન્સ આઇપીએલની પહેલી સિઝન રમાશે. વળી, એવુ માનવામાં આવી રહ્યું છે કે, મહિલા આઇપીએલની પહેલી સિઝનની તમામ મેચો મુંબઇમાં રમાશે. બીસીસીઆઇ વૂમેન્સ આઇપીએલ માટે મીડિયા ટેન્ડર જાહેર કરી ચૂક્યુ છે.