IPL Players Auction 2023: 23 ડિસેમ્બરે આઇપીએલ ઓક્શનનું આયોજન કરવામાં આવશે, આ ઓક્શન આઇપીએલની 16મી સિઝન માટે કરવામાં કરવામાં આવી રહ્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગની આ હરાજી કોચ્ચીમાં થશે, આ વખતે સેમ કરન, કેમરુન ગ્રીન અને એન જગદીશન જેવા યુવા ખેલાડીઓ ઓક્શનમાં દેખાશે. તો વળી અમિત મિશ્રા, મોહમ્મદ નબી અને કેદાર જાધવ જેવા ઉંમરલાયક ખેલાડી પણ પોતાની કિસ્મત પર દાંવ લગાવશે. આવામાં આજે અમે તમને ઓક્શન પહેલા આમાં સામેલ થનારા સૌથી યુવા અને સૌથી ઉંમરલાયક પ્લેયર વિશે બતાવીશું...... 


કોણ છે આ વખતે સૌથી યુવા અને ઉંમરલાયક ખેલાડી - 
આઇપીએલ ઓક્શનમાં આ વખતે અફઘાનિસ્તાનનો 15 વર્ષીય ખેલાડી અલ્લાહ મોહમ્મદ પર પણ બોલી લાગશે. આ વખતે ઓક્શનમાં સૌથી યુવા ચહેરો હશે. મોહમ્મદ એક ખુબ પ્રભાવશાળી ખેલાડી અને ફિંગર સ્પિનર છે. આવામાં સ્પિનરની શોધમાં કેટલીય ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવી શકે છે. 6 ફૂટ 2 ઇંચની મોહમ્મદની બેઝ પ્રાઇસ 20 લાખ રૂપિયા છે, વળી તેનો ફેવરેટ બૉલર ભારતીય ટીમનો સ્ટાર બૉલર રવિ અશ્વિન છે.


ભારતીય ટીમના દિગ્ગજ સ્પિનર અમિત મિશ્રા આ વખતે ઓક્શનમાં સૌથી ઉંમરલાયક હશે, 40 વર્ષના અમિત મિશ્રાને આઇપીએલનો દિગ્ગજ સ્પિનર માનવામાં આવે છે. તેને આ લીગમાં 154 મેચોમાં 166 વિકેટો પોતાના નામે કરી છે. વળી, આઇપીએલમાં ત્રણ વાર હેટ્રિક લેનારો એકમાત્ર બૉલર પણ છે. જોકે, ઉંમરને ધ્યાનમાં રાખતા એ જોવાનુ દિલચસ્પ રહેશે કે કઇ ફ્રેન્ચાઇઝી તેના પર બોલી લગાવશે. 


 


આ ઓક્શનમાં 10 મોટી વાતો અહીં વાંચો...  


1. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યુ હતુ, આમાં 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડી સામેલ હતા. 
2. 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શૉર્ટલિસ્ટ કર્યા, આ ઉપરાંત 36 અન્ય ખેલાડીઓને હરાજી સાથે જોડવાની પણ રિક્વેસ્ટ કરવામાં આવી, આ રીતે હવે કુલ 405 ખેલાડી ઓક્શન લિસ્ટમાં સામેલ છે. 
3. 405 ખેલાડીઓમાં 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીઓમાં 4 ખેલાડી એસૉસિએટ દેશોમાંથી છે.
4. આ 405 ખેલાડીઓમાં કુલ 119 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ નથી, બાકી 282 ખેલાડી અનકેપ્ડ છે. 
5. 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓની જગ્યા ખાલી છે, આમાં 30 ખેલાડી વિદેશી હોઇ શકે છે.  
6. 19 ખેલાડીઓની બેઝ પ્રાઇજ 2 કરોડ (સૌથી વધુ) છે, આ તમામ ખેલાડી વિદેશી છે. 
7. 11 ખેલાડી 1.5 કરોડ બેઝ પ્રાઇસ વાળા સેગમેન્ટમાં છે, આ ઉપરાંત 20 ખેલાડીઓની બેઝ પ્રાઇસ એક કરોડ છે.
8. હરાજી માટે 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. સૌથી વધુ પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદ (42.25 કરોડ)ની પાસે છે. 
9. કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે હરાજી પર્સમાં સૌથી ઓછા પૈસા (7.05 કરોડ) છે. જ્યારે તેની પાસે 11 સ્લૉટ્સ ખાલી છે.
10. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી ઓછા સ્લૉટ્સ (5) ખાલી છે, જ્યારે તેના હરાજી પર્સમાં સારી એવી રકમ (19.45 કરોડ) છે.