નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહે પણ કોરોના સામેની લડાઇમાં પીએમ મોદીના સપોર્ટમાં આવ્યો છે. યુવરાજે આ મહામારી સામે લડવા માટે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયાની રકમ દાન કરી છે. આ ઓલરાઉન્ડરે કૉવિડ-19 મહામારી સામે લોકોને એકસાથે ઉભા રહીને લડવાની અપીલ કરી છે.


યુવરાજે પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યુ- આ એકતા બતાવવાના દિવસે વડાપ્રધાન કેયર્સ ફંડમાં 50 લાખ રૂપિયા દાન આપવાનો વાયદો કરુ છુ, કૃપા તમે પણ તમારા તરફથી યોગદાન કરો.



ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિરાટ કોહલી, ગાંગુલી, સચીન સહિતના સ્ટાર ક્રિકેટર કોરોના સામેની લડાઇમાં પોતાનુ યોગદાન આપી ચૂક્યા છે.



હાલ દેશની હાલત કોરોના સામે કથળી રહી છે, કોરોના સંક્રમિતોની સંખ્યા દેશમા વધીને 4 હજારને પાર પહોંચી ગઇ છે. હાલ દેશભરમાં લૉકડાઉનની સ્થિતિ ચાલુ છે.