દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે, N-95 માસ્ક જુદીજુદી હૉસ્પીટલોમાં કોરોના દર્દીઓના ઉપચાર કરી રહેલા ડૉક્ટરો તથા નર્સોના ઉપયોગ માટે છે.
આ પહેલા દિલ્હી સરકારે સ્વાસ્થ્યકર્મીઓ માટે પીપીઇ કીટની કમીની વાત કહી હતી ત્યારે પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી સરકારને પીપીઇ કીટ માટે મદદ કરી હતી. હવે યુવરાજે સરકારને N-95 માસ્ક ઉપલબ્ધ કરાવ્યા છે.
યુવરાજે એક ટ્વીટ કરતા લખ્યુ- હેલ્થ કેર પ્રૉફેશનલ કોરોનાવાયરસ સામેની લડાઇના અમારા સાચા હીરો છે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાનેઆ સહયોગ આપતો હું પોતાને ગૌરવ અનુભવુ છું. સામે કેજરીવાલે પણ ટ્વીટ કરતાં યુવરાજ સિંહનો આભાર માન્યો હતો.