Yuvraj Singh Biopic Biopic: ગત મંગળવારે ટી-સીરીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી પુષ્ટિ કરવામાં આવી હતી કે યુવરાજ સિંહની બાયોગ્રાફી પર બાયોપિક બનાવવામાં આવશે. હાલમાં, મૂવીનું શીર્ષક 'સિક્સ સિક્સેસ' હોવાની અપેક્ષા છે અને આ મૂવીમાં યુવરાજના વર્લ્ડ કપમાં અદભૂત પ્રદર્શનથી લઈને કેન્સરને હરાવવા સુધીના ઘણા મહત્વપૂર્ણ પાસાઓ આવરી લેવામાં આવશે. બાયોપિકની જાહેરાત થઈ ગઈ છે, પરંતુ મોટો સવાલ એ છે કે યુવરાજની ભૂમિકા કોણ ભજવશે? એવામાં હાલમાં કોઈ માહિતી પ્રદાન કરવામાં આવી નથી કે કોણ તેની ભૂમિકા ભજવશે પરંતુ એક ઇંટરવ્યૂ દરમિયાન જ્યારે યુવરાજ સિંહને પૂછવામાં આવ્યું કે કોણ તેની ભૂમિકા ભજવી શકે તેમ છે ત્યારે તેને આ એક્ટરનું નામ લીધું હતું. ચાલો જાણીએ કે તેને કયા એક્ટરને તેના રોલ માટે યોગ્ય સમજ્યો હતો.
યુવરાજ આ એક્ટરનો ફેન છે
જો કે, હજુ સુધી ન તો ફિલ્મના શીર્ષકની ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે કે ન તો કોઈ અભિનેતાના નામની પુષ્ટિ કરવામાં આવી છે. પરંતુ થોડા સમય પહેલા એક મીડિયા ઈન્ટરવ્યુમાં યુવરાજ સિંહે કહ્યું હતું કે તે ઈચ્છે છે કે રણબીર કપૂર તેની ભૂમિકા ભજવે. કેન્સરને હરાવી ચૂકેલા આ ભારતીય ક્રિકેટરે જણાવ્યું કે તે ફિલ્મ 'એનિમલ'માં રણબીરની એક્ટિંગથી ખૂબ જ પ્રભાવિત થયો હતો અને તેને તેના રોલ માટે યોગ્ય વ્યક્તિ ગણાવ્યો હતો.
બાયોપિકની જાહેરાત પર યુવરાજે શું કહ્યું?
પોતાની બાયોપિકની જાહેરાત પર યુવરાજ સિંહે કહ્યું, "હું ખૂબ જ સન્માનની લાગણી અનુભવી રહ્યો છું કે મારી વાર્તા વિશ્વના લાખો લોકો જોશે, જેનું નિર્માણ ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા દ્વારા કરવામાં આવશે. ક્રિકેટ સૌથી વધુ ફેવરેટ રહી છે. અને આ રમતે મને આ ઉતાર-ચઢાવમાં બચાવ્યો છે.
તમને યાદ અપાવી દઈએ કે વર્ષ 2011માં યુવરાજ સિંહ કેન્સરથી પીડિત હોવાના સમાચાર સામે આવ્યા હતા. આની સાથે સંઘર્ષ કરવા છતાં તેણે ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. આ કારણે તેણે બ્રેક લેવો પડ્યો અને 2012માં કેન્સરને હરાવીને યાદગાર વાપસી કરી. બાયોપિકમાં યુવરાજની કેન્સર સામેની લડાઈની વાર્તા પર પણ અલગથી ધ્યાન આપવામાં આવી શકે છે.