Bangladesh Womens T20 World Cup 2024 Matches Shifted To UAE: બાંગ્લાદેશની ખરાબ પરિસ્થિતિને જોતા ICCએ મોટું પગલું ભર્યું છે. મહિલા ટી20 વર્લ્ડકપ 2024નું આયોજન બાંગ્લાદેશમાં થવાનું હતું, જે હવે ત્યાંથી ખસેડી લેવામાં આવ્યું છે. ICCની વેબસાઈટ પર જાહેર કરાયેલા રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરવામાં આવી છે કે બાંગ્લાદેશમાં યોજાનારા 2024 મહિલા ટી20 વર્લ્ડકપ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં યોજાશે.


ICC રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મહિલા T20 વર્લ્ડકપની 9મી આવૃત્તિ હવે UAEમાં રમાશે. જોકે ટૂર્નામેન્ટની યજમાનીનો અધિકાર બાંગ્લાદેશ પાસે રહેશે. તમને જણાવી દઈએ કે 3 થી 20 ઓક્ટોબરની વચ્ચે યુએઈમાં 2 સ્થળોએ મહિલા T20 વર્લ્ડકપ રમાશે, જેમાં દુબઈ અને શારજાહનો સમાવેશ થાય છે.


ICCના ચીફ એક્ઝિક્યુટિવ જ્યૉફ એલાર્ડિસે એક નિવેદનમાં કહ્યું: "તે શરમજનક છે કે બાંગ્લાદેશ મહિલા T20 વર્લ્ડકપની યજમાની કરી શકશે નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે બાંગ્લાદેશ એક યાદગાર ઇવેન્ટ યોજશે."


જ્યોફ એલાર્ડિસે ઉમેર્યું: "હું બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની ટીમનો આભાર માનું છું કે તેઓ બાંગ્લાદેશમાં આ ઇવેન્ટનું આયોજન કરવા માટે દરેક સંભવિત રીતની શોધખોળ કરવા માટે, પરંતુ ભાગ લેનારી ઘણી ટીમો માટે સરકારની મુસાફરીની સલાહને કારણે, આ શક્ય બન્યું નથી. જો કે, અમે ભવિષ્યમાં ICC વૈશ્વિક ઇવેન્ટ્સ માટે હોસ્ટિંગ અધિકારો જાળવી રાખવાની આશા રાખીએ છીએ.


તખ્તાપલટ બાદ બાંગ્લાદેશમાં બગડી સ્થિતિ 
ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામતનો વિરોધ થયો હતો. આ વિરોધ વચ્ચે ત્યાં સરકાર ઉથલાવી દેવામાં આવી હતી. ભૂતપૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગી ગયા હતા, ત્યારબાદ દેશભરમાં હિંસા જોવા મળી હતી, જેમાં 230 થી વધુ લોકો માર્યા ગયા હતા. જો કે, હવે દેશમાં વચગાળાની સરકારની રચના કરવામાં આવી છે.


આ પણ વાંચો


Cricket: ફાસ્ટ બૉલરના નામે નોંધાયો એકદમ ખરાબ રેકોર્ડ, 12 બૉલમાં આપી દીધા 60 રન


Woman Cricket: ધ 100 લીગમાં દીપ્તિ શર્માએ MS ધોનીના અંદાજમાં ટીમને અપાવી જીત, બધા ચોંક્યા


Cricket: ટીમ ઇન્ડિયામાં ખૂંખાર બૉલરની થવાની છે એન્ટ્રી ? ખુદ જય શાહે ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો, જાણો શું કહ્યું


આ બેટ્સમેને 'અસંભવ'ને બનાવ્યું 'સંભવ'... 6 છગ્ગા અને 1 ઓવરમાં ઠોકી દીધા 39 રન, T20I માં બની ગયો વર્લ્ડ રેકોર્ડ