નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ જાણીતી કોરિયાગ્રાફર અને યુટ્યૂબર ધનાશ્રી વર્મા સાથે લગ્ન કર્યા બાદ હવે હનીમૂન પર નીકળી ગયો છે. બન્નેએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર હનીમૂની તસવીરો શેર કરી છે.


બન્ને હાલ યુએઇના દુબઇ શહેરમાં હનીમૂન અન્જૉય કરી રહ્યાં છે. દુબઇ પોતાના શાનદાર લૉકેશન માટે જાણીતુ છે. બન્ને સતત પોતાના સોશ્યલ મીડિયા પર આની તસવીરો શેર કરી રહ્યાં છે.

આ પહેલા પણ ધનાશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉરી શેર કરીને ચહલને ક્રિસમસની શુભેચ્છાઓ આપી હતી. તસવીરોમાં ધનાશ્રી માથા પર સિંદૂર, હાથમાં મહેંદી અને ચૂડા પહેરેલી દેખાઇ રહી છે.



ઉલ્લેખનીય છે કે ટીમ ઇન્ડિયાના ક્રિકેટર યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માના 22 ડિસેમ્બરે લગ્ન થઇ ગયા છે, ઉલ્લેખનીય છે કે, યુજવેન્દ્ર ચહલ અને ધનાશ્રી વર્માએ લૉકડાઉન દરમિયાન ઓગસ્ટ મહિનામાં સગાઇ કરી લીધી હતી. બન્નેની સગાઇની તસવીરો પણ ખુબ વાયરલ થઇ હતી.