Team India Playing XI Against Netherlands: ટીમ ઈન્ડિયાએ 2022ના ટી20 વર્લ્ડ કપમાં ધમાકેદાર શરૂઆત કરી હતી. ભારતીય ટીમે પોતાની પહેલી જ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે ક્રિકેટના આ મહાકુંભમાં ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ 27 ઓક્ટોબરે નેધરલેન્ડ સામે રમશે. જાણો આ મેચમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન કેવી હોઈ શકે છે.

આ જીત છતાં ભારતીય ટીમમાં બદલાવ થઈ શકે છે

ભલે ટીમ ઈન્ડિયાએ ટી20 વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હોય તેમ છતાં ટીમ ઈન્ડિયા નેધરલેન્ડ સામે તેની પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.

યુઝવેન્દ્ર ચહલ વાપસી કરી શકે છે

ટીમ ઈન્ડિયા એક ફેરફાર સાથે નેધરલેન્ડ સામે જઈ શકે છે. ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિનના સ્થાને સિનિયર લેગ સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ નેધરલેન્ડ સામેની અંતિમ ઈલેવનમાં સ્થાન મેળવી શકે છે.

નેધરલેન્ડના આ ખેલાડીઓ પર રહેશે નજર 

ભારત સામેની મેચમાં નેધરલેન્ડના ઘણા ખેલાડીઓના પ્રદર્શન પર તમામની નજર રહેશે. તેમાં મિડલ ઓર્ડર બેટ્સમેન કોલિન એકરમેન, ઓપનર વિક્રમજીત સિંહ, કેપ્ટન અને વિકેટ-કીપર બેટ્સમેન સ્કોટ એડવર્ડ્સ અને ઓલરાઉન્ડર રીલોફ વાન ડર મર્વ પર નજર રહેશે.

નેધરલેન્ડ સામે ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક (વિકી), અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ શમી અને ભુવનેશ્વર કુમાર.

પ્રથમ મેચમાં પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું

ઉલ્લેખનીય છે કે, ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાનને 4 વિકેટે હરાવ્યું હતું. પાકિસ્તાનની ટીમે પહેલા બેટિંગ કરતા ભારત સામે 160 રનનો ટાર્ગેટ રાખ્યો હતો, જેને રોહિત બ્રિગેડે છેલ્લા બોલે હાંસલ કરી લીધો હતો. વિરાટ કોહલીએ ભારત માટે અણનમ 82 રનની મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.

ગૃપ-1માં ન્યૂઝીલેન્ડ છે નંબર-1

ગૃપ 1માં હાલમાં ન્યૂઝીલેન્ડ ટૉપ પર છે, કિવી ટીમે સુપર 12ની ઓપનિંગ મેચમાં યજમાન ઓસ્ટ્રેલિયાના કરારી હાર આપી હતી, આ ગૃપમાં જો ઓસ્ટ્રેલિયા એક મેચ વધુ હારે છે, તો તે સેમિ ફાઇનલની રેસમાંથી બહાર ફેંકાઇ શકે છે.  

ટીમ મેચ જીત હાર પૉઇન્ટ્સ નેટ રનરેટ
ન્યૂઝીલેન્ડ 1 1 0 2 4.450
શ્રીલંકા 1 1 0 2 2.467
ઇંગ્લેન્ડ 1 1 0 2 0.620
અફઘાનિસ્તાન 1 0 1 0 -0.620
આયરલેન્ડ 1 0 1 0 -2.467
ઓસ્ટ્રેલિયા 1 0 1 0 -4.450

ગૃપ-2 પૉઇન્ટ્સ ટેબલ -
ગૃપ 2માં દક્ષિણ આફ્રિકાને મોટુ નુકશાન થયુ છે, ઝિમ્બાબ્વેની વિરુદ્ધ તેની મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, આવામાં બન્ને ટીમોને સરખા પૉઇન્ટ મળ્યા, આ મેચ પરિણામ વિનાની રહેવાથી ભારત-પાકિસ્તાનની ટીમોને ફાયદો થશે.

ટીમ મેચ જીત હાર પૉઇન્ટ્સ નેટ રનરેટ
બાંગ્લાદેશ 1 1 0 2 0.450
ભારત 1 1 0 2 0.050
દ. આફ્રિકા 0 0 1 -
ઝિમ્બાબ્વે 1 0 0 1 -
પાકિસ્તાન 1 0 1 0 -0.050
નેધરલેન્ડ્સ 1 0 1 0 -0.450