Yuzvendra Chahal RJ Mahvash: ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઇનલ મેચ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે, અને આ મેચને જોવા માટે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર યુઝવેન્દ્ર ચહલ પણ પહોંચ્યા હતા. પરંતુ મેચ કરતાં પણ વધારે ચર્ચા યુઝવેન્દ્ર ચહલની સાથે સ્ટેન્ડમાં બેઠેલી એક 'મિસ્ટ્રી ગર્લ'ની થઈ રહી છે.
યુઝવેન્દ્ર ચહલ સ્ટેન્ડમાં એક અજાણી મહિલા સાથે બેઠેલા જોવા મળ્યા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગઈ છે. ચાહકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે આ રહસ્યમય મહિલા કોણ છે, જે ચહલ સાથે મેચનો આનંદ માણી રહી છે.
જાણવા જેવું છે કે યુઝવેન્દ્ર ચહલે થોડા સમય પહેલા જ ધનશ્રી વર્મા સાથે છૂટાછેડા લીધા છે. એવામાં, ચહલને કોઈ નવી મહિલા સાથે જોતાં, ચાહકો અને મીડિયામાં અનેક સવાલો ઉભા થયા છે. શું યુઝવેન્દ્ર ચહલ ફરી પ્રેમમાં પડ્યા છે? શું આ 'મિસ્ટ્રી ગર્લ' ચહલની નવી ગર્લફ્રેન્ડ છે? સોશિયલ મીડિયા પર ફેન્સ આવા અનેક પ્રશ્નો પૂછી રહ્યા છે, અને અનુમાન લગાવી રહ્યા છે કે ચહલ ફરીથી કોઈને ડેટ કરી રહ્યા છે.
જોકે, આ 'મિસ્ટ્રી ગર્લ' કોઈ અજાણી નથી. યુઝવેન્દ્ર ચહલની સાથે સ્ટેન્ડમાં બેઠેલી છોકરીનું નામ આરજે માહવાશ છે, અને તે એક જાણીતી યુટ્યુબર અને રેડિયો જોકી છે. માહવાશ અને ચહલ અગાઉ પણ સાથે જોવા મળ્યા છે, અને તે સમયે પણ તેમના સંબંધોને લઈને અટકળો થઈ હતી. તે સમયે માહવાશે સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટતા કરી હતી કે આ અહેવાલો પાયાવિહોણા છે.
હવે ફરીથી માહવાશ અને ચહલ સાથે જોવા મળ્યા છે, ત્યારે ચાહકો ફરીથી તેમના સંબંધો વિશે ચર્ચા કરી રહ્યા છે. શું યુઝવેન્દ્ર ચહલ અને આરજે માહવાશ ખરેખર ડેટ કરી રહ્યા છે, કે પછી તેઓ ફક્ત મિત્રો છે? આ સવાલનો જવાબ તો સમય જ આપશે, પરંતુ હાલમાં તો સોશિયલ મીડિયા પર આ 'મિસ્ટ્રી ગર્લ' અને યુઝવેન્દ્ર ચહલની જોડી ચર્ચાનો વિષય બની છે.
આ પણ વાંચો...
ક્રિકેટ જગતમાં ભૂકંપ: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ બાદ રોહિત શર્માની ODIમાંથી નિવૃત્તિ?