Dhanashree Verma-Yuzvendra Chahal: ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ આ દિવસોમાં ક્રિકેટમાંથી બ્રેક પર છે અને તે સીધો એશિયા કપમાં પરત ફરશે. પરંતુ યુઝવેન્દ્ર ચહલ પોતાના અંગત જીવનના કારણે ચર્ચામાં રહે છે. યુઝવેન્દ્ર ચહલે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેના પછી તેના અને ધનશ્રી વચ્ચેના સંબંધોને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે.


વાસ્તવમાં યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ થોડા દિવસો પહેલા ઈન્સ્ટાગ્રામ પર તેનું નામ બદલ્યું હતું. પહેલા તે ધનશ્રી વર્મા ચહલ લખતી હતી, પરંતુ હવે તેણે માત્ર ધનશ્રી વર્મા લખવાનું શરૂ કર્યું છે. આ ફેરફાર બાદ યુઝવેન્દ્ર ચહલે તેના ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી, જેમાં લખ્યું હતું 'ન્યૂ લાઈફ લોડિંગ'.


ત્યારબાદ સોશિયલ મીડિયા પર અનેક અટકળો લગાવવામાં આવી રહી છે, ટ્વિટર પર પણ ઘણા ચાહકોએ બંને વચ્ચેના સંબંધો વિશે વાત કરી છે. જો કે બંને તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. આવી સ્થિતિમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમામ અટકળો છે.


ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ કોરોનાને કારણે દેશમાં લોકડાઉન દરમિયાન લગ્નની તસવીરો શેર કરી હતી. બંનેએ ડિસેમ્બર 2020માં લગ્ન કર્યા હતા અને સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને તેની જાણકારી આપી હતી. ધનશ્રી વર્મા એક કોરિયોગ્રાફર છે, તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.


 એશિયા કપમાં યુઝવેન્દ્ર ચહલ વાપસી કરશે


ટીમ ઈન્ડિયાના તમામ સ્ટાર્સ અને સિનિયર ખેલાડીઓ આ સમયે બ્રેક પર છે. કેએલ રાહુલની આગેવાની હેઠળની ટીમ ઝિમ્બાબ્વેમાં વનડે શ્રેણી રમી રહી છે, જ્યારે ટીમ ઈન્ડિયા આ પછી એશિયા કપ રમવાની છે. ત્યારે યુઝવેન્દ્ર ચહલ પણ ટીમ ઈન્ડિયામાં પરત ફરશે.


યુઝવેન્દ્ર ચહલે ટીમ ઈન્ડિયા માટે 67 વનડેમાં 118 વિકેટ ઝડપી છે, જ્યારે 62 ટી-20માં 79 વિકેટ ઝડપી છે. યુઝવેન્દ્ર ચહલે અત્યાર સુધી આઇપીએલમાં 131 મેચમાં 166 વિકેટ ઝડપી છે, તે હાલમાં રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયેલો છે.


 


Modi Cabinet Decisions: ખેડૂતો માટે કેન્દ્રની મોદી સરકારે કરી મોટી જાહેરાત, હવે ખેડૂતોને થશે આ ફાયદો....


Pics: ભોજપુરી હસીનાનું ક્રૉપ ટૉપ ડ્રેસમાં શાનદાર ફોટોશૂટ, જુઓ શૉર્ટ્સમાં કાતિલ અદાઓ....


ICCએ 2027 સુધીની મેચોનો કાર્યક્રમ જાહેર કર્યો, જાણો કયા દેશને કેટલી મેચ મળી, ભારતનું ધ્યાન T20 પર...


LIC Special Campaign : LICની બંધ પોલિસીઓને ફરીથી શરૂ કરવા માટેની તક, જાણો ક્યાં સુધી કરી શકાશે?