ભારતીય ટીમના ખેલાડી શ્રેયસ ઐયરે હાલમાં જ તેણે એક વિડીયો શેર કર્યો છે. જેમાં શ્રેયસ યુઝવેન્દ્ર ચહલની પત્નિ ધનશ્રી વર્મા સાથે ડાંસ કરતા જોવા મળી રહ્યા છે. આ વિડીયો ફેંસને ખૂબપસંદ પણ પડી રહ્યો છે, તેમનો ડાંસ જોઇને તેમના સ્ટેપને ખૂબ પસંદ પણ કરવામાં આવી રહ્યા છે.

હવે આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડરે પણ આ વિડીયો જોઇને પ્રતિક્રિયા આપી છે. હાર્દિક પંડ્યાએ વિડીયોની સરાહના કરી છે.



શ્રેયસે જે વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્રારા શેર કર્યો છે, જેને 13 લાખ લોકોએ લાઇક કર્યો છે. આ વિડીયોમાં શ્રેયસ ઐયર જીમમાં વર્ક આઉટ ડ્રેસીંગમાં છે. તેણે વર્ક આઉટ ડ્રેસમાં જીમમાં જ ધનશ્રી સાથે પોતાનો ડાંસ વિડીયો શુટ કર્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ વિડીયો જોઇને લખી દીધુ કે, ખૂબ સરસ છે ભાઇ.