Zaheer Khan IPL 2025 LSG: લખનૌ સુપર જાયન્ટ્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 પહેલા મોટો ફેરફાર કર્યો છે. લખનઉએ ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ ખેલાડી ઝહીર ખાનને ટીમના મેન્ટર તરીકે નિયુક્ત કર્યા છે. ઝહીરની ક્રિકેટ કારકિર્દી શાનદાર રહી છે. નિવૃત્તિ પછી પણ તે કોઈ ને કોઈ ટીમ સાથે જોડાયેલો રહ્યો છે. હવે તે લખનૌ કેમ્પમાં છે. લખનઉ સુપર જાયન્ટ્સે આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં ઝહીર જોવા મળી રહ્યો છે.


 






ઝહીરે 2008માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. આ પછી, 2017 માં છેલ્લી વખત રમ્યો. આ પછી ઝહીર ખાને જુદી જુદી ભૂમિકાઓ ભજવી. તે 2018 થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહ્યો. હવે તે લખનૌ માટે મેન્ટોરની ભૂમિકા ભજવશે. તેમના પહેલા આ પોસ્ટ પર ગૌતમ ગંભીર હતો. ગંભીર આઈપીએલ 2024માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે જોડાયો હતો. તેમના ગયા પછી લખનૌમાં મેન્ટોરની જગ્યા ખાલી પડી હતી. તેથી હવે ઝહીર આ રોલમાં જ રહેશે.


 






કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર નહીં થાય 


જો લખનૌના કોચિંગ સ્ટાફની વાત કરીએ તો મુખ્ય કોચની જવાબદારી જસ્ટિન લેંગર સંભાળી રહ્યા છે. તે એન્ડી ફ્લાવરની જગ્યાએ આવ્યો હતો. લાન્સ ક્લુઝનર અને એડમ વોગ્સ ટીમના સહાયક કોચ છે. ઝહીરના આવ્યા બાદ કોચિંગ સ્ટાફમાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ ઝહીર મેન્ટર બનવાની સાથે અન્ય જવાબદારીઓ પણ નિભાવશે. તેઓ પ્લેયર-ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ પણ ગોઠવી શકે છે.


ઝહીરની કારકિર્દી દમદાર રહી છે 


ઝહીરની કારકિર્દી પર નજર કરીએ તો તે શાનદાર રહી છે. ઝહીરે 100 IPL મેચમાં 102 વિકેટ લીધી છે. આ સમયગાળા દરમિયાન માત્ર 17 રનમાં 4 વિકેટ લેવી એ મેચમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન રહ્યું છે. ઝહીરે ભારત માટે 17 T20 મેચ રમી છે. જેમાં 17 વિકેટ ઝડપી છે. ઝહીરે 200 ODI મેચ રમી છે. આ દરમિયાન 282 વિકેટ ઝડપી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે 311 ટેસ્ટ વિકેટ પણ લીધી છે.


આ પણ વાંચો...


Dawid Malan: ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ, એક સમયે હતો નંબર-1 બેટ્સમેન