Dawid Malan: ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન ડેવિડ મલાન ક્રિકેટમાંથી દુર થયો છે, આજે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસનું એલાન કરી દીધુ છે. ડેવિડ મલાન ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વનડે વર્લ્ડકપ બાદથી ટીમનો ભાગ નથી. તાજેતરમાં ICBએ ઓસ્ટ્રેલિયા સામેની આગામી સીમિત ઓવરોની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. આમાં પણ ડેવિડ મલાનને સ્થાન ન હતુ મળ્યુ. 


ઈંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન ડેવિડ મલાને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તેણે ઈંગ્લેન્ડ માટે 22 ટેસ્ટ, 30 ODI અને 62 T20 ઈન્ટરનેશનલ મેચ રમી હતી. જૉસ બટલર ઉપરાંત ડેવિડ મલાન ત્રણેય આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં સદી ફટકારનારો ઈંગ્લેન્ડનો બીજો બેટ્સમેન છે.


લાંબા સમયથી હતો ટીમની બહાર 
ડેવિડ મલાન ગયા વર્ષે ભારતમાં યોજાયેલા વનડે વર્લ્ડકપ બાદથી ટીમનો ભાગ નથી. તાજેતરમાં ICBએ ઓસ્ટ્રેલિયા સામેની આગામી સીમિત ઓવરોની સીરીઝ માટે ટીમની જાહેરાત કરી હતી. આમાં પણ માલનને સ્થાન ન મળ્યું. આ પછી તેણે નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો હતો.


ટી20 રેન્કિંગમાં રહી ચૂક્યો છે નંબર-1 
ઇંગ્લેન્ડનો વિસ્ફોટક બેટ્સમેન ડેવિડ મલાન T20 રેન્કિંગમાં નંબર-1 પર છે. માલન છેલ્લે નવેમ્બર 2023માં રમતા જોવા મળ્યો હતો. તેણે 2017માં ઈંગ્લેન્ડ માટે ટી20 ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી આ મેચમાં તેણે 44 બોલમાં 77 રનની યાદગાર ઇનિંગ રમી હતી. માલનના નામે ટેસ્ટમાં 1074 રન, વનડેમાં 1450 રન અને T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 1892 રન છે.






આઇપીએલમાં પણ રમી ચૂક્યો છે ડેવિડ મલાન 
ડાબોડી બેટ્સમેન ડેવિડ મલાન ડૉમેસ્ટિક સર્કિટમાં સાતત્ય માટે પ્રખ્યાત છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાનું પ્રદર્શન જાળવી રાખ્યું. તે આઈપીએલમાં પણ રમી ચૂક્યો છે. ડેવિડ મલાનને પંજાબ કિંગ્સે વર્ષ 2021માં 1.5 કરોડ રૂપિયામાં ટીમનો ભાગ બનાવ્યો હતો. જોકે તેને માત્ર એક જ મેચમાં રમવાની તક મળી હતી. IPLમાં તેના નામે 26 રન છે.






ડેવિડ મલાને ઘરેલુ ક્રિકેટમાં પણ મચાવી હતી ધમાલ  
ડેવિડ મલાનનો ડૉમેસ્ટિક ક્રિકેટમાં પણ દબદબો રહ્યો છે. તેના ફર્સ્ટ ક્લાસ કેરિયરની વાત કરીએ તો તેણે 212 મેચમાં 30 સદી અને 58 અડધી સદીની મદદથી 13201 રન બનાવ્યા છે. વળી, તેના નામે 178 લિસ્ટ A મેચોમાં 6561 રન છે. તેણે આ ફોર્મેટમાં 16 સદી અને 32 અડધી સદી ફટકારી છે.


આ પણ વાંચો


IND vs PAK: ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે WTC ફાઇનલ ? જાણો પુરેપુરુ સમીકરણ