IPL 2025નું આયોજન આવતા વર્ષે થવાનું છે પરંતુ મુંબઈ ઈન્ડિયન્સના ખેલાડીઓએ અત્યારથી જ ધમાલ મચાવવાનું શરૂ કરી દીધુ છે. ગયા મહિને સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાયેલી IPL 2025ની મેગા ઓક્શનમાં 18 વર્ષીય અફઘાન સ્પિનરને 4 કરોડ 80 લાખ રૂપિયાની મોટી રકમમાં ખરીદવામાં આવ્યો હતો. હવે આ સ્પિન બોલરે 18 વર્ષની ઉંમરમાં બીજી 5 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી છે. આ યુવા અફઘાન સ્પિનરનું નામ અલ્લાહ ગઝનફર છે, જેનું આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ આ વર્ષે માર્ચમાં થયું હતું. ડેબ્યૂ બાદ આ સ્પિન બોલરે માત્ર 11 મેચમાં બે વખત 5 વિકેટ લેવાનો મોટો રેકોર્ડ બનાવ્યો છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ બોલરે 20 વર્ષની ઉંમર પહેલા ODIમાં બે વખત 5 વિકેટ લેવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હોય.
18 વર્ષના બોલરે બનાવ્યો રેકોર્ડ
21 ડિસેમ્બરે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં ઝિમ્બાબ્વે અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ODI શ્રેણીની ત્રીજી અને છેલ્લી મેચમાં અલ્લાહ ગઝનફરે 10 ઓવરમાં માત્ર 33 રન આપીને અડધી ટીમને પોતાનો શિકાર બનાવી હતી. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ગઝનફરે શારજાહમાં બાંગ્લાદેશ સામે રમાયેલી ODI મેચમાં 5 વિકેટ ઝડપીને ઇતિહાસ રચ્યો હતો. ત્યારબાદ 18 વર્ષ અને 231 દિવસની ઉંમરે તે ODIમાં 5 વિકેટ ઝડપનાર વિશ્વનો 5મો સૌથી યુવા બોલર બન્યો હતો. હવે ગઝનફરે બીજી વખત આ સિદ્ધિ મેળવી છે અને વનડે ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કર્યું છે.
પ્રથમ વખત ચમત્કાર થયો
ગઝનફર પહેલા, 19 વર્ષની ઉંમરે મુજીબ ઉર રહેમાન, વકાર યુનિસ, રાશિદ ખાન, ગુલશન ઝા, વસીમ અકરમ, આફતાબ અહેમદ, તસ્કીન અહેમદ, આકિબ જાવેદ, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, સંદીપ લામિછાને, મુસ્તફિઝુર રહેમાન, અબ્દુલ રઝાક, શારિઝ અહેમદ અને સકલેન મુશ્તાકે પાંચ વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી પરંતુ આમાંથી કોઈ બોલરે બે વખત વિકેટ લીધી ન હતી. તે અજાયબીઓ કરી શક્યા નથી. ગઝનફર આવું કરનાર વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બોલર બની ગયો છે. આ પરાક્રમ બાદ મુંબઈ ઈન્ડિયન્સના ચાહકો ગઝનફરને લઈને ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
IND vs AUS: અશ્વિનનો નિવૃતિનો નિર્ણય સાંભળી ચોંકી ગયો હતો જાડેજા, કહ્યું, મને તેનો...