ઝિમ્બાબ્વેના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન ટેલરની પત્ની સાથે બુધવારે ધોળાદિવસે લૂંટ ચલાવવામાં આવી હતી. ટેલરની પત્ની પર કેટલાંક કાર સવાર અજાણ્યા શખ્સોએ હુમલો કરીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. અજાણ્યા શખ્સોએ ધોળે દહાડે આ લૂંટ ચલાવી હતી. ઝિમ્બાબ્વેના આ ક્રિકેટરે ઘટનાની સમગ્ર જાણકારી આપી હતી.


બ્રેન્ડન ટેલરે આ સમગ્ર ઘટનાની જાણકારી આપી હતી. તેણે ટ્વીટ કરીને લખ્યું હતું કે, મારા ઘરની બહાર એક ભયાનક સ્થિતિ હતી. હું રસ્તા પર એકબાજુ મારી પત્નીની રાહ જોઈ રહ્યો હતો. ત્યારે મેં 100 મીટર દૂર જ તેની ચીસનો અવાજ સાંભળ્યો હતો તો ત્યાં જઈને મેં જોયું કે ચાર અજાણ્યા શખ્સો મારી પત્ની સાથે જબરજસ્તી કરી રહ્યાં હતાં.


હું ત્યાં પહોંચ્યો અને આ શખ્સો બેગ છીનવીને લાલ કલરની કારમાં ફરાર થઈ ગયાં હતાં. બ્રેન્ડન ટેલરે આગળ સ્થિતિ વિશે કહ્યું હતું કે, સારું થયું કે મારી પત્નીએ માત્ર બેગ જ ગુમાવી હતી. બાકી તેની સાથે સ્થિતિ ભયાનક થઈ શકતી હતી.


લોકોમાં ડર છે. પોતાના ઘરમાં જતાં સમયે સતર્ક રહેવું અને અંધારું થયા પછી દરેક રસ્તા બંધ રાખવા. શખ્સો અંધારાનો ફાયદો ઉઠાવીને નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે.