નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર નવા નવા રેકોર્ડ સર્જાતા રહે છે. હવે વધુ એક નવો રેકોર્ડ નોંધાયો છે, આ છે ચોગ્ગા ફટકારવાનો. ઓસ્ટ્રેલિયાના યુવા ઓપનર બેટ્સનેન બ્રાઇસ સ્ટ્રીટે Second XI ટૂર્નામેન્ટમાં રમતા આ કારનામુ કરી બતાવ્યુ છે.


બ્રાઇસ સ્ટ્રીટે ટૂર્નામેન્ટમાં 345 રનની ઇનિંગ રમીને ઇતિહાસ રચી દીધો છે, ક્વિન્સલેન્ડ તરફથી રમતા બ્રાઇસ સ્ટ્રીટએ મોટી ઇનિંગ રમી અને તે પણ એક રેકોર્ડ બની ગયો હતો. મેચમાં ક્વિન્સલેન્ડે વિક્ટૉરિયાની ટીમને 105 રનના મોટા અંતરથી હરાવી હતી.



બ્રાઇસ સ્ટ્રીટે સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ....
વિક્ટૉરિયા ટીમ તરફથી પહેલી ઇનિમાં બેટિંગ કરવા ઉતરેલી બ્રાઇસ સ્ટ્રીટે 450 બૉલમાં તાબડતોડ 345 રનની ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેને કુલ 45 ચોગ્ગા ફટકાર્યા, સાથે એક છગ્ગો પણ માર્યો હતો. આ Second XI માં કોઇપણ બેટ્સમેન દ્વારા બનાવામાં આવેલો સૌથી મોટો સ્કૉર છે. આ પહેલા સર્વાધિક રનનો સ્કૉર 2015-16માં ડીપી હ્યૂઝે 300 રનની અણનમ ઇનિંગ રમી હતી.



બ્રાઇસ સ્ટ્રીટની ત્રેવડી સદી...
બ્રાઇસ સ્ટ્રીટની આ મોટી ઇનિંગના દમ પર ક્વિન્સલેન્ડે વિક્ટૉરિયા વિરુદ્ધ ઇનિંગ અને 105 રનથી મોટી જીત હાંસલ કરી હતી. વિક્ટૉરિયાની આખી ટીમ પહેલી ઇનિંગમાં 190 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી, વળી, બીજી ઇનિંગમાં તે 350 રન જ બનાવી શકી હતી. ક્વિન્સલેન્ડે પહેલી ઇનિંગમાં 4 વિકેટ પર 645 રન બનાવીને ઇનિંગ ડિકલેર કરી દીધી હતી.