મુંબઈ: ક્રિકેટર કૃણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર ડાયરેક્ટર ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા રોકવામાં આવ્યો. કૃણાલ પંડ્યા પાસે નડિસ્ક્લોસ્ડ ગોલ્ડ અને કેટલીક કિંમતી વસ્તુઓ મળી આવી છે. જેને લઈ કસ્ટમના અધિકારી તેમની પૂછપરછ કરી રહ્યાં છે.


કૃણાલ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમે છે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમે 10 નવેમ્બરે પાંચમી વખત આઈપીએલનો ખિતાબ જીત્યો હતો. ગુરુવારે ટીમના ખેલાડીઓ યૂએઈથી ભારત પરત ફર્યા છે.