નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર કેટલીય એવી ઘટનાઓ બનતી હોય છે તે ક્યારેય રમૂજ પેદા કરી દે છે. આવી જ એક ઘટના ઓસ્ટ્રેલિયન ખેલાડી સાથે બની, ખરેખર, તે જ્યારે ફિલ્ડિંગ કરતો હતો ત્યારે તેનુ પેન્ટ ઉતરી ગયુ હતુ. આનો એક વીડિયો વાયરલ ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ખેલાડી માર્નસ લાબુશાને છે. ઘટના એવી છે કે, ઓસ્ટ્રેલિયાના મેલબોર્નના ઓવલ સ્ટેડિયમમાં ક્વિન્સલેન્ડ અને વિક્ટૉરિયા વચ્ચે માર્શ કપની મેચ રમાઇ રહી હતી. 29મી ઓવરમાં વિક્ટૉરિયા ટીમની ઇનિંગ્સ દરમિયાન વિલ સધરલેન્ડે બૉલને કવરમાં ફટકાર્યો, અને સિંગલ લેવાની કોશિશ કરી રહ્યો હતો.
આ દરમિયાન ત્યાં માર્નસ લાબુશાને ફિલ્ડિંગ કરી રહ્યો હતો, જે બૉલ લેવા દોડ્યા ત્યાં જ તેનુ પેન્ટ ઉતરી ગયુ હતુ. જોકે, માર્નસ લાબુશાનેએ થ્રૉ ફેંક્યો અને રનઆઉટ બેટ્સમેનને રનઆઉટ કરાવ્યો હતો. આ ઘટનાથી સ્ટેડિયમમાં બેસેલી બધા અને માર્નસ લાબુશાને સહિત સાથી ખેલાડીઓ પણ હંસવા લાગ્યા હતા.