શ્રીનગરઃ  દિલ્હી રણજી ટીમના પૂર્વ કેપ્ટન અને આઈપીએલમાં ચેન્નાઈ, દિલ્હી અને પૂણે વોરિયર્સની ટીમો તરફથી રમી ચૂકેલા મિથુન મન્હાસે ભારતીય સેનાનો આભાર માન્યો છે. મિથુન મન્હાસે પોતાના ટ્વિટર એકાઉન્ટ ઉપર જાણકારી આપી હતી કે સેનાએ જમ્મુના ભદ્રવાહમાં રહેતા તેના દાદા-દાદીની મદદ કરી છે. મિથુન મન્હાસે કહ્યું હતું કે સેનાના જવાનોએ તેના દાદા-દાદી સુધી દવાઓ પહોંચાડી હતી અને તેમની તબિયતની સાર સંભાળ રાખી હતી.


મિથુન મન્હાસે ટ્વિટર પર લખ્યું છે કે મારા દાદા-દાદી ભદ્રવાહમાં રહે છે, તે ઘણા ઘરડાં છે. મને હાલ ખબર મળી છે કે તે સકુશળ છે. હું ઇન્ડિયન આર્મીનો તેમની સંભાળ રાખવા માટે ધન્યવાદ આપવા માંગું છું. તેમણે મારા દાદા-દાદીની સંભાળ રાખી હતી અને દવાઓ પણ પહોંચાડી હતી. જય જવાન.



મિથુન મન્હાસ જમ્મુનો રહેવાસી છે. તેણે દિલ્હી રણજી ટીમની ઘણા વર્ષા સુધી કેપ્ટનશિપ કરી છે. મિથુન પોતાની અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ 2016માં રમ્યો હતો. મન્હાસે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 45.82ની એવરેજથી 9714 રન બનાવ્યા છે. જેમાં 27 સદી અને 49 અડધી સદી સામેલ છે. તે 20 વર્ષ સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યો છે.



કાશ્મીરમાંથી કલમ 370 રદ કર્યા બાદ મિથુન મન્હાસે ચિંતા વ્યક્ત કરી હતી કે તેના ઘરડાં દાદા-દાદીની આવી સ્થિતિમાં કોણ ધ્યાન રાખશે? પણ ભારતીય સેનાએ તેમની મદદ કરીને બધાના દિલ જીતી લીધા છે.

નાગિન ફેમ ગુજરાતી એક્ટ્રેસ કર્યો પોલ ડાન્સ, જુઓ વીડિયો

પૂર્વ ભારતીય બેટ્સમેને કરી ભવિષ્યવાણી, વિરાટ કોહલી વન ડે મેચોમાં ફટકારશે આટલી સદી, જાણો વિગત

ગુજરાત ભાજપ સંગઠનની ચૂંટણી પ્રક્રિયા માટે અધિકારીઓની કરાઈ નિમણૂક, જાણો કોને કોને મળ્યું સ્થાન