સેહવાગે ટ્વિટ કરીને કહ્યું, ‘હું સિલેકટર બનવા માંગું છું. મને કોણ મોકો આપશે ?’ સેહવાગની ટ્વિટ બાદ લોકોએ તેને ટ્રોલ કરવાનો શરૂ કર્યો હતો. એક ફેને લખ્યું, સિલેક્ટર બનવા માટે વિકાટ કોહલીનો સંપર્ક કરો.
અન્ય એક ફેને લખ્યું, અમારી હોમ ટાઉનની ટીમ છે. ત્યાં સિલેક્ટરની પોસ્ટ ખાલી છે. સેલરી પણ મહિને 5000 રૂપિયા મળશે અને જો તમે સાથે કોચિંગ પણ આપશો તો 10 હજાર રૂપિયા સુધી સેલરી મળશે.
સેહવાગે 2001થી 2013 દરમિયાન 104 ટેસ્ટમાં 49.3ની સરેરાશથી 8586 રન બનાવ્યા છે. જેમાં 23 સદી અને 32 અડધી સામેલ છે. તેનો સર્વોચ્ચ સ્કોર 319 રન છે. 1999થી 2013 સુધી 251 વન ડેમાં તેણે 8273 રન ફટકાર્યા છે. જેમાં 15 સદી અને 38 અડધી સામેલ છે. વન ડેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 219 રન છે. 19 T20માં સેહવાગે 145.4ના સ્ટ્રાઇક રેટથી 394 રન બનાવ્યા છે.
અમદાવાદઃ આજે મધરાતથી જો નિર્ધારીત સ્પીડ કરતાં વધારે ઝડપે ગાડી ચલાવશો તો આવી બનશે, જાણો કેમ
ભારતે પણ રદ કરી દિલ્હી-લાહોર મૈત્રી બસ સેવા, જાણો વિગત
મુકેશ અંબાણીએ રિલાયન્સની AGMમાં જમ્મુ-કાશ્મીર, લદાખને લઈ આપ્યું મોટું નિવેદન, જાણો વિગત