ભાવનગર ટ્રક અકસ્માત: વરરાજાએ સવારે લગ્ન કર્યા ને સાંજે પુત્રએ પરિવારજનોની અર્થીને કાંધ આપી, જાણો વિગત
ભાવનગર: રાજકોટ-ભાવનગર હાઈવે પર રંધોળા નજીક જાનૈયાઓના ટ્રકને થયેલા અકસ્માતને કારણે ગુજરાતભરમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. કુલ 33 લોકોનો ભોગ લેનાર આ અકસ્માતની ચર્ચા ચારેકોર ચાલી હતી. લગ્ન જેવો મંગળ પ્રસંગ માતમમાં ફેલાઈ ગયો હતો. અમગંળ પ્રસંગ બન્યો હતો, તેમ છતાં પરંપરા મુજબ લગ્ન તો થયા, પંરતુ બધાંના ચહેરા પર માતમ સ્પષ્ટ જોવા મળતો હતો. પરંતુ સૌથી ખરાબ હાલત વરરાજાની બની હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅનિડા ગામનો ચુંવાડીયા કોળી સમાજનો વિજય પરણવા તો નીકળ્યો હતો, પણ અકસ્માતને પગલે તેની લગ્નવિધી પણ ફટાફટ આટોપી લેવાઈ હતી. જે યુવકના સવારે લગ્ન થયા હતા, તેને સાંજે પોતાના જ પરિવારજનોની અર્થીને કાંધ આપવા પડ્યા હતા.
અનિડા ગામનો કોળી સમાજનો યુવક વિજયના લગ્ન ગઈકાલે લેવાયા હતા. જેની જાનની સવારે 7.30 કલાકે રંધોળા પાસે અકસ્માત નડ્યો હતો. સાંજે અનીડા ગામના 17 લોકોના મૃતદેહની અંતિમ યાત્રા નીકળી હતી, ત્યારે સમગ્ર ગામ હૈયાફાટ રૂદન કરી રહ્યું હતું. તમામ મૃતકોને તેમના રીતી રીવાજ મુજબ દફન વિધિ કરવામાં આવી હતી. જે માટે તંત્ર દ્વારા અગાઉથી જે.સી.બી તૈયારી કરી લેવામાં આવી હતી.
અંતિમવિધિમાં ભાગ લેવા આસપાસના ગામોથી લોકો અહીં ઉમટ્યા હતા. કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી પણ હાજર રહ્યા. વરરાજાના માતા-પિતા અને બહેન સહિતના લોકો આ ગોઝારા અકસ્માતનો ભોગ બન્યા હતા.
ગામમાં મંગળફેરા ફરી પાછા ફરેલા વરરાજાએ હૃદય પર પથ્થર મુકી એક સાથે ત્રણ અરથીઓને કાંધ આપવાની કમભાગી ઘડીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. ભારે હૈયે અનિડા ગામમાં મૃતકોની અંતિમ વિધિ કરવામાં આવી હતી. જે ગામમાં વહેલી સવાર સુધી લગ્નના ગીતો ગવાતા હતા. ત્યાં સાંજ પડતા મરશીયા ગવાતા હતા.
કુલ 33 મૃતકોમાંથી અડધો-અડધ મૃતકો અનિડા ગામના રહેવાસી હતા. તેમના મૃતદેહો લવાતા ગામમાં રોક્કળ શરૂ થઈ ગઈ હતી. કોણ કોને સધિયારો આપે તેવી સ્થિતિ પેદા થતાં ગામજનો નસીબને કોસી રહ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -