શ્રીલંકા સામે પહેલી ટી-20 હાર્યા બાદ કેપ્ટન રોહિતે હાર માટે આપ્યું આ કારણ, જાણો શું કહ્યું?
કોલંબોઃ શ્રીલંકામાં રમાઇ રહેલી નિદાસ ટ્રૉફીની પહેલી ટી-20 મેચમાં શ્રીલંકાએ ભારતને પાંચ વિકેટથી હાર આપી છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળી રહેલા કેપ્ટન રોહિત શર્માએ મેચ બાદ કહ્યું કે, મંગળવારે નિદાસ ટ્રૉફી ટૂર્નામેન્ટની પહેલી મેચમાં શ્રીલંકાને મળેલી જીતનો શ્રેય ટીમના બેટ્સમેનોને જાય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારી રમત બતાવી, કુસલ પરેરા (66)ની શાનદાર અર્ધશતકીય ઇનિંગના દમ પર શ્રીલંકન ટીમે 5 વિકેટે આ લક્ષ્યને હાંસલ કરી લીધો હતો.
રોહિતે કહ્યું કે, ભારતીય ટીમે નેક્સ્ટ મેચમાં જબરદસ્ત વાપસી કરશે. આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે ટૉસ હારીને પહેલા બેટિંગ કરતા શિખર ધવન (90)ની શાનદાર બેટિંગના દમ પર 175 રનોનો ટાર્ગેટ આપ્યો હતો.
મેચ બાદ એક નિવેદમાં રોહિત શર્માએ કહ્યું, અમે સારો સ્કૉર કર્યો હતો પણ શ્રીલંકાએ લક્ષ્ય હાંસલ કરવા માટે પોતાની ઇનિંગની શાનદાર શરૂઆત કરી. ટીમની જીતનો શ્રેય તેમના બેટ્સમેનોને જાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -