આ ભારતીય ક્રિકેટરની પત્નીએ લગ્નની પહેલી રાતનો કર્યો ખુલાસો!
આની સામે પ્રીતિએ પણ અશ્વિનને શુભેચ્છાઓ આપી. તેણે ટ્વીટમાં લગ્ન સમયની તસવીર પોસ્ટ કરી અને જણાવ્યું કે, પહેલી રાતે શું થયું હતું. બીજી એક ટ્વીટમાં પ્રીતિએ લખ્યું, ‘આજના જ દિવસે 6 વર્ષ પહેલા અમારા લગ્ન થયા હતા અને અમે કોલકાતા ગયા હતા. ફેમિલીવાળાઓએ મને કહ્યું હતું કે, તેને(અશ્વિનને) સૂવા દેજે કેમ કે, બીજા દિવસે તેની મેચ હતી. પણ તે દિવસે રાતે ત્યાં કેટલાક એલાર્મ છૂપાવીને મૂકવામાં આવ્યા હતા. સારી બાબત એ રહી કે, બીજા દિવસે ટીમને બેટિંગ કરવાની હતી.’ આ મશ્કરી ટીમના જ કેટલાક ખેલાડીઓ મળીને કરી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રીતિ મેદાન પર પ્રથમવાર જોવા ગઈ ત્યારના તેના અનુભવ વિશે લખે છે કે, ‘તે મારી પહેલી ટેસ્ટ મેચ હતી. હું જેટલી નર્વસ હતી તેટલી જ ઉત્સાહિત પણ હતી. મેં સૌથી વધારે નાકામી ત્યારે અનુભવી જ્યારે હું અશ્વિનને ઓળખી ન શકી. જ્યારે તે 300 વિકેટ્સ લેવા તરફ આગળ વધી રહ્યો હતો.’
સોમવારે લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ પર પ્રીતિએ સોશિયલ મીડિયા પર આ અંગે ખુલાસો કર્યો હતો. અશ્વિને પ્રીતિ માટે એક પ્રેમભરી ટ્વીટ કરી, ‘આજે આપણા લગ્નના છ વર્ષ પૂરા થયા પ્રીતિ. આ સમય કેટલો ઝડપથી નીકળી ગયો. મુશ્કેલ સમયમાં મારી સાથે રહેવા માટે તારો આભાર.’
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના સ્ટાર ખેલાડી રવિચંદ્રન અશ્વિનની લગ્નની પહેલી રાત સાથે જોડાયેલ એક રહસ્ય સામે આવ્યું છે. રહસ્યનો ખુલાસો કોઈ અન્ય વ્યક્તિ નહીં પરંતુ ખુદ અશ્વિનની પત્ની પ્રીતિ અશ્વિને કર્યો છે. તેણે જણાવ્યું કે, એ રાતે ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓએ તેની મશ્કરી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -