કહેવાય છે કે, ઉર્વશી સતત રિષભ પંત સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહી હતી અને ત્યારબાદ ક્રિકેટરે આ નિર્ણય લીધો છે. 2018માં એક્ટ્રેસનું નામ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે પણ જોડાયું હતું અને બન્નેની પ્રથમ વખત મીટિંગ ગૌતમ સિંઘાનિયાની પાર્ટીમાં થઈ હોવાનું સામે આવ્યું હતું.
જોકે, તાજેતરમાં જ હાર્દિક પંડ્યાએ સર્બિયાની મોડલ-એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. ત્યારે ઉર્વશીએ કપલને અભિનંદન પાઠવ્યા હતા. હાર્દિકની પોસ્ટ પર ઉર્વશીએ કોમેન્ટ કરી હતી કે સગાઈની શુભકામાનાઓ. તમારા સંબંધોમાં હંમેશા પ્રેમ અને ખુશીઓ રહે. સગાઈ પર હું તમને બંનેને સુખી દાંપત્ય અને ક્યારેય ન પૂરા થનારા પ્રેમની કામના કરૂ છું.