યુઝવેન્દ્ર ચેહલ હાલમાં શ્રીલંકા સામેની 20 સિરીઝની ત્રણ મેચની શ્રેણીમાં ભારતીય ટીમનો ભાગ છે. જોકે, તે હજી વર્ષ 2020 ની પોતાની પહેલી મેચ રમ્યો નથી. ગુવાહાટી ટી 20 વરસાદને કારણે રદ કરવામાં આવી હતી, જ્યારે ઈન્દોર ટી 20 માં તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન ન મળ્યું. કપિલ શર્મા શોમાં પહોંચેલા યુઝવેન્દ્ર ચહલે ડ્રેસિંગ રૂમના ઘણા ચોંકાવનારા રહસ્યો ખોલ્યા છે.
આ શોમાં ચહલે જણાવ્યું કે, હું હંમેશા હળવા બેટથી રમવાનું પસંદ કરું છું અને ખેલાડીઓને તેમની બેટિંગ પ્રતિભાના આધારે જ બેટ મળે છે. મેં ઘણીવાર રોહિત શર્મા અને વિરાટ કોહલીના હલકા બેટને ગાયબ કર્યા છે અને તેને પોતાના બતાવીને બેટિંગ કરી છે.
ચહલે કહ્યું, હવે મોટાભાગના ખેલાડીઓ આ વાત જાણે છે કે ચહલની નજર તેમના બેટ પર છે. એવામાં તેઓ સાવધાન રહે છે, તેમ છતાં હું તેમનું હલકું બેટ ચોરી લઉં છું. પીયૂષ અને યજુર્વેન્દ્ર ચહલે આ શોમાં કપિલ શર્મા અને તેમની ટીમ સાથે ક્રિકેટ અને પર્સનલ લાઈફના અનુભવો પર કોમિક અંદાજમાં જવાબ આપ્યા.
આ શોમાં યુઝવેન્દ્ર ચેહલે પોતાના સંઘર્ષના દિવસો વિશે પણ જણાવ્યું હતું. ટીમ ઈન્ડિયાના લેગ સ્પિનરે કહ્યું કે પ્રેક્ટિસ માટે તેને કેવી રીતે સાતથી પચાસ કિલોમીટરનો પ્રવાસ કરવો પડ્યો, જેના કારણે તે ખેતીમાં પિતાની મદદ કરી શક્યો નહીં. પરંતુ થોડા સમય પછી તેના પિતાએ ખેતરમાં જ તેના માટે પિચ તૈયાર કરી. આ પછી તે પણ પ્રેક્ટિસ કરી અને તેના પિતાને મદદ કરી શક્યો.