Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતના આ ફાસ્ટ બોલરના ઘરમાં થઈ ચોરી, જાણો ચોર શું શું લઈ ગયા....
પોલીસે જણાવ્યું હતું કે ચોરોએ ઉમેશ યાદવના ઘરની એક બારીમાંથી પ્રવેશ કર્યો હતો. પોલીસને શંકા છે કે બે કારીગરોએ ચોરી કરી હોવી જોઈએ. કેમ કે આઠમાં માળે તેઓ રિપેરિંગ કામ કરી રહ્યા હતા તેથી પોલીસેને તેમના પર શંકા છે. તેમાના એક કારીગરની પૂછપરછ પણ કરવામાં આવી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનાગપુર: ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર ઉમેશ યાદવના નાગપુરમાં આવેલ ઘરે ચોરી થઇ છે. ચોર ફ્લેટમાંથી 45,000 રૂપિયા રોકડા અને બે મોબાઇલ ચોરી ગયા છે. ઉમેશ યાદવનો આ ફ્લેટ નાગપુરમાં લક્ષ્મીનગર વિસ્તારમાં એક બિલ્ડિંગમાં નવમાં માળે આવેલ છે.
ચોરીની ઘટના સોમવારે સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન બની હતી. આ સમય દરમિયાન ઉમેશ યાદવ અને તેનો પરિવાર ઘરે ન હતો, તેમ પોલીસે જણાવ્યું હતું. ઈન્સપેક્ટર બી.આર.ખંડાલેએ જણાવ્યું હતું કે લક્ષ્મીનગર વિસ્તારમાં નવમાં માળે ઉમેશ યાદવનો ફ્લેટ આવેલો છે. અમારા કંટ્રોલ રૂમને વહેલી સવારે 3.30 વાગ્યે ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -