Cristiano Ronaldo One Billion Social Media Followers: પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો તેમની શાનદાર રમત માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. રોનાલ્ડોને અત્યારે ફૂટબોલ જગતનો સર્વશ્રેષ્ઠ ખેલાડી કહેવામાં આવે છે. સોશિયલ મીડિયા પર પણ તે ખૂબ જ લોકપ્રિય છે. તે ઈન્સ્ટાગ્રામ પર દુનિયામાં સૌથી વધુ ફોલો થનાર વ્યક્તિ છે. હવે રોનાલ્ડોએ કહ્યું કે તેણે સોશિયલ મીડિયા (તમામ પ્લેટફોર્મ પર મળીને) 1 બિલિયન ફોલોઅર્સ પૂરા કર્યા છે.






એક્સ (અગાઉના ટ્વિટર) પર એક પોસ્ટમાં મહાન ફૂટબોલરે તેના 1 અબજ ફોલોઅર્સ વિશે માહિતી આપી હતી. આ ખાસ અવસર પર રોનાલ્ડોએ તેના ચાહકો માટે ખૂબ જ ભાવુક પોસ્ટ લખી હતી. રોનાલ્ડોએ લખ્યું હતું કે, "અમે ઈતિહાસ રચ્યો - 1 બિલિયન ફોલોઅર્સ! આ માત્ર એક સંખ્યા કરતાં ઘણુ વધારે છે – આ રમત અને તેનાથી આગળ પ્રત્યે આપણા સમાન ઝનૂન,  ઉત્સાહ અને પ્રેમનો પુરાવો છે. હું હંમેશા મારા પરિવાર અને તમારા માટે રમ્યો છું અને હવે અમારામાંથી 1 બિલિયન એક સાથે ઉભા છે.


રોનાલ્ડો લખ્યું કે તમે દરેક ચડાવ-ઉતારમાં મારી સાથે રહ્યા છો. આ સફર આપણી સફર છે, અને આપણે સાથે મળીને બતાવ્યું છે કે આપણે જે હાંસલ કરી શકીએ છીએ તેની કોઈ સીમા નથી." રોનાલ્ડે પોસ્ટમાં આગળ લખ્યું, "મારા પર વિશ્વાસ કરવા માટે, તમારા સમર્થન માટે અને મારા જીવનનો એક ભાગ બનવા બદલ તમારો આભાર. શ્રેષ્ઠ હજુ આવવાનું બાકી છે અને સાથે મળીને આપણે પ્રયાસ કરતા રહીશું, જીતતા રહીશું અને ઇતિહાસ રચતા રહીશું. રોનાલ્ડોએ તાજેતરમાં એક YouTube ચેનલ બનાવી હતી.


નોંધનીય છે કે રોનાલ્ડોએ હાલમાં જ તેની યુટ્યુબ ચેનલ બનાવી હતી, જેના પછી તેને રેકોર્ડ બ્રેક સબસ્ક્રાઈબર્સ મળ્યા હતા. તેની યુટ્યુબ ચેનલ સાથે તે લગભગ દરરોજ એક યા બીજો રેકોર્ડ તોડી રહ્યો હતો. નોંધનીય છે કે રોનાલ્ડોના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 638 મિલિયન ફોલોઅર્સ, ફેસબુક પર 170 મિલિયન ફોલોઅર્સ અને X (અગાઉના ટ્વિટર) પર 113 મિલિયન ફોલોઅર્સ છે. યુટ્યુબ પર તેના લગભગ 6.05 કરોડ સબ્સક્રાઇબર્સ છે.


લખનઉમાંથી કેએલ રાહુલ આઉટ? IPL 2025માં ટીમને નવો કેપ્ટન મળવા જઈ રહ્યો છે; જાણો શું છે અપડેટ