આ સ્ટાર ફૂટબોલરને બે વર્ષની જેલની સજા, 18.8 મિલિયન ડોલરનો દંડ પણ ફટકારાયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆર્જેન્ટિના અને બાર્સિલોનાના સુપરસ્ટાર લિયોનેસ મેસ્સી પણ 2016માં 4.7 મિલિયન ડોલરના ટેક્સ ચોરી કેસમાં દોષિ ઠેરવાયો હતો અને 21 મહિનાની સજા ફટકારાઇ હતી. જોક, બાદમાં કોર્ટે મેસ્સીને સજાને બદલે બે કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો.
જોકે, સ્પેન કાયદા અનુસાર, ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને જેલની સજા કાપવામાં છૂટ મળી શકે છે કારણ કે પ્રથમવાર બે વર્ષ અથવા ઓછી સજા મેળવનાર વ્યક્તિ પ્રોબેશનમાં સજા કાપી શકે છે. નોંધનીય છે કે સ્પેન ટેક્સ અધિકારીઓએ આરોપ લગાવ્યો હતો કે રોનાલ્ડોએ 2011થી 2014 દરમિયાન ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમતા જાણીજોઇને પોતાની કમાણી છૂપાવી અને 18.8 મિલિયન ડોલરની ટેક્સ ચોરી કરી હતી.
સ્પેનિશ ટેક્સ ઓથોરિટી તરફથી દાખલ કરવામાં આવેલા ટેક્સ ફ્રોડ કેસ્માં રોનાલ્ડોની હાર થઇ હતી. રિયલ મેડ્રિડના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ સ્પેનિશ ટેક્સ ઓથોરિટી સાથે સંપર્ક કરીને પોતાનો ગુનો કબૂલી લીધો છે.
નવી દિલ્હીઃ ફિફા વર્લ્ડકપ 2018માં સ્પેન સામેની મેચમાં હેટ્રીક લગાવનારા પોર્ટુગલના સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ પોતાની ટીમને હારથી બચાવી હતી. રોનાલ્ડોને ટેક્સ ચોરીના એક કેસમાં કોર્ટે બે વર્ષની કેદની સજા ફટકારી હતી. તે સિવાય રોનાલ્ડોને 18.8 મિલિયન ડોલરનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -