હૈદરાબાદઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સીઝનની ફાઇનલ હૈદરાબાદમાં રમાઈ હતી. જો કે ચેન્નઈ સુપર કિંગ્સનો ઑફ સ્પિનર હરભજન સિંહ રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ સામે ફાઇનલ મેચ પહેલાં ભારે બગડ્યો હતો ને આ મુદ્દે તેણે ટ્વિટ પણ કરી હતી.

હરભજનસિંહ એટલે બગડ્યો કે, હૈદરાબાદમાં જે હૉટલમાં ભજ્જી રોકાયો હતો તેના સ્ટાફે પહેલાં તો હૉટલમાં એન્ટ્રન્સ ગેટ પર હરભજનનો ફૉન નહોતો ઉઠાવ્યો. એ પછી તેને યોગ્ય રીતે ખાવાનું પણ ના અપાયું અને આ કારણે હરભજન ગુસ્સે થઈ ગયો. આ મુદ્દે હરભજને ટ્વિટ પણ કરી.

હરભજને લખ્યું છે કે, ‘ હું શક્ય હોય ત્યાં સુધી આઈટીસી હૉટલમાં રોકાવાનું પસંદ કરું છું પણ અહીં એ વાતની કોઇને પરવા જ નથી કે જમવાનું યોગ્ય રીતે બનાવવામાં આવ્યું છે કે નહીં. ડ્યૂટી મેનેજરથી લઇને રૂમ સર્વિસ સુધી કોઈ પણ ફોનનો પણ જવાબ આપતું નથી. એવું લાગે છે કે તેમને મહેમાનોની કંઈ પડી જ નથી.